રાજકોટ લોકલ અને ભાવનગર ડીઝલ ટ્રેન દોડશે
વેરાવળ થી રાજકોટ વચ્ચેના ટ્રેક પર ઇલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ થતા રેલવે તંત્ર દ્વારા ઇલેક્ટ્રિક એન્જીન સાથે ટ્રેન દોડવવા મંજૂરી આપી છે જેમાં હજુ અનેક ટ્રેન ડીઝલ એન્જીનથી દોડશે જેમાં વેરાવળ-રાજકોટ લોકલ ટ્રેન સાથે ભાવનગર-વેરાવળ ટ્રેન ડીઝલ એન્જીન સાથે ચાલશે. હાલ 9 ટ્રેન ઇલેક્ટ્રીકે એન્જીન સાથે વેરાવળ રાજકોટ સુધી ચાલશે જયારે વેરાવળ-રાજકોટ ટ્રેક પર ઇલેક્ટ્રીફીકેશનનું કામ પૂર્ણ થતા હવે સોરઠ વાસીઓને લાંબા અંતરની ટ્રેનો મળશે તેવી સંભાવના જોવા મળી રહી છે તેની સાથે રાજકોટ બાદ અમુક ટ્રેનોના ડીઝલ એન્જીન ચેન્જ કરીને ઇલેક્ટ્રિક એન્જીન લગાવામાં આવતું હતું જેમાં મુસાફરો અને ટ્રેન સમય વ્યય થતો હતો જોકે હવે ઇલકેટ્રીક એન્જીન સાથે ટ્રેન શરુ થવાથી સમયની બચત સાથે ટ્રેનની પણ ઝડપ વધશે.