ખાસ-ખબર સંવાદદાતા
જનતાને વ્યાજખોરોની ચુંગાલમાંથી મુક્ત કરાવવા તેમજ નાણાં ધિરધારના કાયદાઓથી માહિતગાર કરવા તેમજ લોક જાગૃતિ માટે તથા સમાજના મધ્યમ/ગરીબ વર્ગના લોકો સરળતાથી કેવી રીતે લોન ઉપલબ્ધ થઇ શકે તે બાબતે વાકેફ કરવાના ઉદ્દેશથી ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને વેરાવળ સિટી પોલીસ તથા પ્રભાસ પાટણ પોલીસ દ્રારા લોક જાગૃતિના હેતુથી નવા રામ મંદિરના ઓડિટોરીયમ ખાતે જાહેર લોક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમની શરૂઆતમાં ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ દ્રારા સામાન્ય પ્રજા વ્યાજખોરીની ચુંગાલમાં ન ફસાય તે સારૂ વિસ્તૃત રીતે સરળ સમજ આપવામાં આવી હતી બાદ હાજર રહેલ તમામ બેન્કોના મેનેજરશ્રીઓ/પ્રતિનિધીશ્રીઓ ઓછા વ્યાજ દરે સરળતાથી લોન તથા ધિરાણન પ્રકારો, લોન તથા ધિરાણ કેવી રીતે મેળવવા, તેમાં કેવા પ્રકારના ડોકયુમેન્ટસની જરૂરીયાતો રહેતી હોય અને લોન તથા ધિરાણની સવલતોથી હાજર રહેલ તમામ પ્રજાજનોને વાકેફ કર્યા હતા.તેમજ પોલીસ તથા બેન્કોનો સમન્વય સાધી વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એમ.ઇશરાણી નાઓના માર્ગદર્શન હેઠળ લોનની જરૂરીયાતમંદ વ્યક્તિઓ આનંદભાઇ કાનાબાર તથા જયભાઇ દેવાણી રહે.બન્ને વેરાવળ વાળાને મર્કેન્ટાઇલ બેન્ક વેરાવળ શાખા દ્રારા ખુબ જ સરળતાથી ઓછા વ્યાજ દરે લોન આપવામાં આવેલ છે. જે બન્ને વ્યક્તિઓને મળેલ લોનના ચેક મર્કેન્ટાઇલ બેન્કના બ્રાન્ચ મેનેજર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાહેબ ના વરદ હસ્તે આપવામાં આવેલ છે.