ગીર સોમનાથ નામાંકિત તબીબ આપઘાત મામલે કોંગ્રેસ પક્ષ દ્વારા ડેપ્યુટી કલેક્ટર વેરાવલને આવેદન પત્ર આપ્યું હતું જેમાં પક્ષ પ્રમુખ કરસનભાઈ બારડ ગુજરાત પ્રદેશ ઉપ પ્રમુખ હીરાભાઈ જોટવા ગુજરાત પ્રદેશ મહામંત્રી જયકરભાઈ ચોટાઈ વિક્રમભાઈ તન્ના હારુનભાઈ મોઠીયા, મનસુખભાઈ મકવાણા અને વેરાવલ શહેર કોંગ્રેસ પ્રમુખ હરસલ જોશી વિગેરે કોંગ્રેસ આગેવાનો આવેદન પત્ર આપેલ હતું તેમા જણાવયા મુજબ સ્વ. ડોક્ટર અતુલભાઈ છગના પરીવારે ડોક્ટર સાહેબની ચુસાઈટ નોટમા જણાવયા મુજબ મરવા મજબુર કરનાર જુનાગઢના સાંસદ રાજેશ સુડાસમા તેમના પિતા નારણ ભાઈ સુડાસમા સામે એફઆઈઆર નોંધાવવા આજીજી અને અરજ અહેવાલ કરવા છતા વેરાવલ પોલીસ ફરિયાદ લેતી નથી એના વિરોધમા ગીર સોમનાથ અને જુનાગઢની પ્રજામા હાહાકાર મચી ગયો છે. ખૂબ મોટા પ્રમાણમાં રોષ વ્યાપી ગયો છે તે વિસ્તારની પ્રજા અને પરીવાર જોડે કોંગ્રેસ અડીખમ ઉભી છે જો ફરિયાદ નહી લેવાયતો ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન પણ કરવાની ચીમકી આપી છે.
વેરાવળ: તબીબ આપઘાત મામલે કોંગ્રેસ પક્ષે આવેદન પત્ર આપ્યું

Follow US
Find US on Social Medias