રાજકોટની મોટાભાગની સ્કૂલો પાસે વાહનપાર્કિંગ કરવા માટેની સુવિધા (મેદાન) નથી
બસ, વાનનાં ડ્રાઈવરો અમારા ઘરની સામે જ વાહનો પાર્ક કરે છે: ફ્લેટધારક
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટની મોટાભાગની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વાહનપાર્કિંગ કરવા માટેની સુવિધા (મેદાન) નથી. શાળાએ વિદ્યાર્થીઓને તેડવા-મૂકતા આવતા વાહનો પડ્યા રહેતા હોવાથી શાળા આસપાસના રહીશોને ભયંકર ત્રાસ સહન કરવો પડે છે. શહેરના 150 ફૂટ રિંગરોડ પર બાલાજી હોલવાળી શેરીમાં આવેલી કે.જી. ધોળકિયામાં પણ શાળાના વાન-બસ તેમજ શાળાએ આવતા શિક્ષકો-વિદ્યાર્થીઓ, વાલીઓના વાહનો રાખવાની વ્યવસ્થા ન હોય, રસ્તા પર રહીશોના ઘર આસપાસ ધોળકીયા સ્કૂલના વાન-બસ સહિતના વાહનો પડ્યા રહેતા રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
- Advertisement -
આ મામલે રહીશોએ કે.જી. ધોળકીયા સ્કૂલના પ્રિન્સિપાલને રજૂઆત કરતા સાત દિવસમાં પાર્કિંગ સમસ્યાઓનો નિવેડો લાવવામાં આવશે એવું લેખિતમાં આપવામાં આવ્યું હતું. જો કે ધોળકીયા સ્કૂલના પ્રિન્સિપાલની લેખિત બાહેંધરી બાદ આજે દસ દિવસ પછી પણ પાર્કિંગની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. અનુસંધાન પાના નં. 2 પર
બાલાજી હોલ પાછળ આવેલી કે.જી.ધોળકિયા સ્કૂલની આસપાસ રહેતા લોકોએ સ્કૂલ સંચાલકોને રજૂઆત કરતાં સ્કૂલ દ્વારા 7 દિવસમાં ઘટતું કરવા લેખિતમાં બાંહેધરી આપ્યા બાદ પણ કોઈ નીવેડો આવ્યો નથી
આસપાસનાં રહીશોનાં ઘર પાસે કે.જી. ધોળકિયા સ્કૂલની બસ-વાનનું આડેધડ પાર્કિંગ
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલા બાલાજી હોલ પાછળ આવેલી શ્રી કે.જી.ધોળકિયા સ્કૂલ આસપાસના રહીશો સ્કૂલની બસ અને વાનના પાર્કિંગના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. ધોળકિયા સ્કૂલ આસપાસ રહેતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બસ અને વાન ચાલકો આડેધડ પાર્કિંગ કરતા ત્યાંના લોકો કંટાળી ગયા છે. રહીશો અને ફ્લેટધારકોએ બસ તથા વાનને ઘરથી દૂર પાર્કિંગ કરવાનું કહેતા દાદાગીરી કરી રૌફ જમાવે છે. આ બાબતે સ્કૂલના સંચાલક કૃષ્ણકાંત ધોળકિયા અને સંચાલક મેવા સાહેબને પડતી અગવડતા મુદ્દે રજૂઆત કરી હતો તો સરે તા. 18 જાન્યુઆરીના રોજ લેખિતમાં બાહેંધરી આપી હતી કે, આવતા સાત દિવસમાં આ પાર્કિંગનો મુદ્દો ક્લિયર થઈ જશે પરંતુ આજ તે વાતને બાર દિવસ થયા છતા પણ બસ અને વાન ઘર પાસે જ પાર્કિંગ કરી રહ્યા છે.