જાહેર રસ્તા પર જૂનાં વાહનોની થતી લે-વેંચથી સર્જાતો ટ્રાફિકજામ
ઓટો ક્ધસલ્ટન્ટનો ધંધો કરનારાઓનું જાહેર માર્ગ પર દબાણ!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટના ભક્તિનગર સર્કલથી લઈ સોરઠીયાવાડી સર્કલ સુધી આવેલા 80 ફૂટ રોડ પર ભરાતા વાહન મેળાઓ ત્યાંથી પસાર થતા રાહદારીઓ માટે અડચણરૂૂપ બન્યા છે. જૂના વાહનોની લે-વેચ કરનારાઓ જાહેર રોડ પર ઢગલાબંધ ટુ વ્હિલર રાખી દબાણ સર્જી રહ્યા છે. જાહેર રસ્તાઓ પર વેંચાણ માટે રાખી દેવામાં આવેલા જૂના વાહનો ફક્ત આસપાસના રહીશો માટે જ નહીં પરંતુ ત્યાંથી પસાર થનારાઓ માટે પણ માથાનો દુ:ખાવો બન્યા છે.ઉલ્લેખનીય છે કે, રાજકોટનો 80 ફૂટ રોડ ઓટો ક્ધસલ્ટન્ટ મતલબ કે જૂના વાહનોની લે-વેચ માટે જાણીતો છે. ભક્તિનગર સર્કલથી લઈ સોરઠીયાવાડી સર્કલ સુધીના વિસ્તારમાં અનેક દુકાનો રાખી ટુ વ્હિલર વાહનોની લે-વેચ કરવામાં આવી રહી છે. આ ટુ વ્હિલરના લે-વેચ કરનારાઓ તેમને ત્યાં આવતા વાહનો રસ્તા પર રાખી રહ્યા છે જે ત્યાથી પસાર થતા રાહદારીઓ માટે અડચણરૂૂપ બન્યા છે. એટલું જ નહીં જૂના વાહનો ખરીદવા કે વેંચવા માટે આવનારા ગ્રાહકો પણ ત્યાં રસ્તા પર જ વાહન પાર્ક કરે છે જેથી આખાય રસ્તા પર વાહનોનો ખડકલો થઈ જાય છે અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે ભક્તિનગર સર્કલથી લઈ સોરઠીયાવાડી સર્કલ સુધીના વિસ્તારમાં જાહેર રસ્તા પર ટુ વ્હિલર રાખી કમિશનથી ધંધો કરનારાઓ ઓટો ક્ધસલ્ટન્ટ વિરુદ્ધ કાર્યવાહી જરૂૂરી બની જાય છે. તેથી તંત્ર આ મામલે કડક પગલાં ભરશે એવી આશા રાજકોટની જાહેર જનતા રાખી રહી છે.