13 ઇ-ચલણ, એમ.વી એક્ટ નાં 109 કેસ તેમજ 4 વાહનો ડીટેઈન કરી કુલ 84,800 દંડ વસુલ કરાયો
ખાસ-ખબર ન્યૂઝગિર-સોમનાથ, તા.18
ગીર સોમનાથ જીલ્લામાં તા. 15 અને 16 એમ 2 દિવસ અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઇવનુ આયોજન કરવામા આવેલ જેમાં ગીર સોમનાથ જીલ્લા ટ્રાફિક પોલીસ દ્રારા કોડિનાર તથા સુત્રાપાડા ખાતે આવેલ કંપનીના ભારે વાહનનુ ચેકિંગ કરવામા આવેલ જેમા વાહન ચેકિંગ દરમ્યાન ઓવર લોડીંગ તથા આર.ટી.ઓ લગર કાગળો તથા સીટ બેલ્ટ , રોયલ્ટી, ડ્રાઇવીંગ લાયસન્સ, વિગરે કાગળો ચેક કરવામા આવેલ તેમજ વધુગતી તથા નશાયુકત ડ્રાઇવરોનુ ચેકિંગ કરવામા આવેલ હતુ જેમા ખદઅભિં ગઈ કેસ 109 તથા સ્થળ દંડ રૂ.51,100 ખદઅભિં 207 મુજબ વાહન ડિટેન 04 છઝઘ દંડ રૂ.33700 તથા ટઘઈ.ઈ-ચલણ 13 એમ કુલ કેસ 122 તથા કુલ દંડ રૂ.84800 વસુલવામા આવેલ જેમા જીલ્લા ટ્રાફિક શાખા ના પોલીસ સબ ઇન્સ જે.આર.ડાંગર તથા જીલ્લા ટ્રાફિક પોલીસ સ્ટાફ દ્રારા કામગીરી કરવામા આવેલ જેમા હાઇવે રોડ મા લેન ભંગ તથા રોંગસાઇડ વાહનો ન ચલાવવા સુચનાઓ આપી તેમજ ટ્રાફિક ના નિયમોનુ પાલન ન કરનારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો પાલન કરાવી અવગત કરવાતી જીલ્લા ટ્રાફિક પોલીસ ગીર સોમનાથ અને હજુ પણ ટ્રાફિકના નીયમોનુ પાલન કરાવવાની કામગીરી આગામી દિવસો મા પણ ચાલુ રાખવામા આવશે.