ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ટમેટા અને ડુંગળીની વધતી કિંમતોનાં કારણે એપ્રિલમાં શાકાહારી થાળીની સરેરાશ 8 ટકા મોંઘી થઈ છે.ક્રિસીલ માર્કેટ ઈન્ટેલીજન્સ એન્ડ એનાલીસીસની માસીક રોટી-ચોખા દર રીપોર્ટ અનુસાર બીજી બાજુ બ્રોયલરની કિંમતમાં ઘટાડાને કારણે માંસાહારી ભોજનની થાળીનાં ભાવમાં ઘટાડો થયો છે.
- Advertisement -
રોટી-શાકભાજી ટમેટા અને બટેટા ચોખા, દાળ, દહીં અને સલાડને સામેલ કરનારી થાળીની કિંમત એપ્રિલમાં વધીને 27.4 રૂપિયા દર પ્લેટ થઈ છે.જે એક વર્ષ પહેલાનાં સમાન સમય ગાળામાં 25.4 રૂપિયા પ્લેટ હતી અને માર્ચ 2024 ના 27.3 રૂપિયાની તુલનામાં મામુલી વધારો છે.
રિપોર્ટમાં શાકાહારી થાળીની કિંમતમાં કુલ વૃધ્ધિનું કારણ ડૂંગળીના ભાવમાં 41 ટકા, ટમેટાનાં ભાવમાં 40 ટકા, બટેટાના ભાવમાં 38 ટકા, ચોખાના ભાવમાં 14 ટકા અને દાળોનાં ભાવમાં 20 ટકા વધારાને બતાવાયું છે. માંસાહારી થાળીમાં દાળની જગ્યાએ ચિકન હોય છે જેની કિંમત એપ્રિલમાં ઘટીને 56.3 રૂપિયા રહી ગઈ હતી. જયારે એક વર્ષ પહેલા આ કિંમત 58.9 રૂપિયા હતી. પરંતુ માર્ચ 204 માં 54.9 રૂપિયાની તુલનામાં થાળીની કિંમત વધુ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બ્રોયલરની કિંમતમાં 12 ટકાનો ઘટાડો, જેની કુલ કિંમતમાં 50 ટકા ભાર હોય છે. જે દર વર્ષનાં આધારે માંસાહારી થાળીનાં ખર્ચમાં ઘટાડાનું મુખ્ય કારણ હતું.