વાસ્તુ શાસ્ત્રમાં ઘરનાં તમામ સાધનોને યોગ્ય દિશામાં રાખવાની સલાહ આપવામાં આવે છે જેથી તેની સકારાત્મક અસર થાય. વૉશિંગ મશીન તો સામાન્ય ઘરેલુ વસ્તુ છે, પણ જો તેને ખોટી દિશામાં રાખવામાં આવે તો તેના નકારાત્મક પરિણામો ભોગવવા પડી શકે છે. આવો જાણીએ કે ઘરમાં વૉશિંગ મશીન કયા સ્થાન પર રાખવું જોઈએ અને કયું સ્થાન ટાળવું જોઈએ?
કઈ દિશામાં વૉશિંગ મશીન રાખવું નહીં?
- Advertisement -
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, વૉશિંગ મશીનને દક્ષિણ-પૂર્વ દિશા એટલે કે અગ્નિકોણમાં રાખવું જોઈએ નહીં . આ દિશામાં મશીન રાખવાથી આવક કરતા ખર્ચ વધી જાય છે અને ધનની તંગી સર્જાય છે. એટલું જ નહીં, સરકારી યોજનાઓમાં કરેલું રોકાણ પણ નુકસાને જઇ શકે છે. આ ઉપરાંત, નવાં અવસર મળવામાં વિક્ષેપ થાય છે. એ જ રીતે, ઉત્તર દિશામાં પણ વૉશિંગ મશીન રાખવાથી બચવું જોઈએ. ઉત્તર દિશામાં મશીન રાખવાથી નવા અવસરોના આગમનમાં અવરોધ થાય છે અને કામ અટકી જાય છે. પરિવારને આર્થિક મુશ્કેલીઓ, બીમારીઓ અને માનસિક તણાવનો સામનો કરવો પડે છે.
દિશા દોષ દૂર કરવાની રીત
વાસ્તુ વિશેષજ્ઞો મુજબ ઉપર જણાવેલી બે દિશા સિવાય બાકી દિશામાં તમે વૉશિંગ મશીન રાખી શકો છો. જો કોઈ કારણસર તમારે એ દિશામાં રાખવું પડે તો ચોક્કસ ઉપાયો કરીને દિશા દોષ દૂર કરી શકાય છે.
- Advertisement -
જો તમારે અગ્નિકોણ (દક્ષિણ-પૂર્વ) દિશામાં મશીન રાખવું પડે તો તેના ઉપર લાલ રંગનું કપડું રાખો.
દક્ષિણ દિશામાં મશીન હોય તો ઓરેન્જ (નારંગી) કે ગુલાબી રંગનું કપડું રાખો.
ઉત્તર દિશામાં મશીન હોય તો તેના ઉપર હળવો વાદળી કે સફેદ રંગનું કપડું રાખો.
અન્ય દિશાઓ માટે કપડાંના રંગ
ઉત્તર-પૂર્વ (ઈશાન કોણ): સફેદ કે હળવું વાદળી કપડું
ઉત્તર-પશ્ચિમ (વાયવ્ય કોણ): હળવો ભૂરો કે ક્રીમ કલર
પશ્ચિમ દિશા: સફેદ રંગ
પૂર્વ દિશા: લીલો રંગ
અન્ય ટિપ્સ
વૉશિંગ મશીન ક્યારેય રસોઈ નજીક ન રાખવી.
બાથરૂમમાં મશીન હોય તો જમીનથી થોડું ઊંચું રાખવું.
રોજ મશીન પછી આસપાસ સાફ સફાઈ કરવી, ગંદકી અને ઓશધ તત્વ ઊર્જાને અટકાવે છે.
આ રીતે યોગ્ય દિશા અને યોગ્ય ઉપાયથી વૉશિંગ મશીન રાખવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે અને આર્થિક તકલીફો દૂર થવા લાગે છે.