મેતાખંભાળીયા ગામની નદીમાં પુર આવતા લોકો જોવા ઉમટ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા વરસાદ ની આગાહીને લઈને સૌરાષ્ટ્ર ગુજરાત માં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટ જિલ્લા ના ગોંડલ તાલુકામાં વાસાવડ ગામની નદીમાં ઘોડાપુર જોવા મળ્યા હતા ઉપરવાસમાં વરસાદ પડતા વાસાવડી નદીમાં સતત બીજી વખત પુર જોવા મળ્યું છે. મેતાખંભાળીયા ની નદી માં પુર જોવા માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા બન્ને નદીઓમાં પુર આવતા ખેડૂતોમાં ખુશીની લાગણી છે. ખેડૂતોને તેમનું વર્ષ સારૂ જશે તેવી આશા છે. ગુજરાતમાં વરસાદી ઝાપટા સાથે કેટલાક વિસ્તારમાં ચોમાસાનું આગમન થયું છે.
સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમાં છુટા છવાયા વરસાદ પડ્યા છે. વરસાદને કારણે નદી નાળાઓમાં નવા નિર આવ્યા છે. ગોંડલ તાલુકાના વાસાવડ ગામ વાસાવડી નદીમાં વહેલી સવારથી જ પુર આવ્યું છે વાસાવડના સરપંચ બકુલભાઈએ જણાવ્યુ હતુ કે દેવડીયા, ધરાઈ અને ત્રંબોડા સહિતના ગામડાઓમાં વરસાદ પડતા વાસાવડી નદીમાં સતત બીજી વખત પુર આવ્યું હતું પાણીની આવક શરૂ થતા નદીની આસપાસની જીવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ ખીલી ઉઠી છે. ગોંડલ તાલુકાના મેતાખંભાળીયા ગામ ની નદીમા નવા નીર ની પધરામણી થઈ છે. ગઈ કાલના ઉપરવાસના ગામોમાં વરસાદના લીધે મેતાખંભાળીયા ગામની નદીમાં નવા નીરની આવક જોવા મળી છે. નદીમાં નવા નીરની આવક જોવા ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને નવા નીર ની આવક ને લઈને ગ્રામજનોમાં ખુશીની લહેર વ્યાપી છે. આગામી દિવસોમાં મેઘરાજા મહેરબાન થશે તો નદીમાં વધુ પાણી આવે તેવી સંભાવના છે.