28મીએ સવારે વિસર્જન યાત્રા, ભક્તજનોને લાભ લેવા આયોજકો દ્વારા નિમંત્રણ
ખાસ-ખબર સંવાદદાતા
મધુવન ક્લબ દ્વારા આયોજીત રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવમાં શનિવારે પૂજા હોબી સેન્ટર દ્વારા ડાન્સનો બાળકો માટેનો બુગીબુગી શો યોજાયો હતો. જ્યારે રવિવારના રોજ જૂના/નવા ગીતોની મ્યુઝીકલ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાધિકા ગૃપ પ્રસ્તુત સંગીત સંધ્યામાં દર્શનાર્થીઓની ફરમાઇશ પણ પૂરી કરવામાં આવી હતી.
તા.25ના રોજ બહેનો માટે ગરબા રાખવામાં આવ્યા હતા. જેમાં ડીજેના તાલે ફકત બહેનોને ગરબે રમાડવામાં આવ્યા હતા અને રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવના આયોજકો આશિષભાઇ વાગડીયા, રાજુભાઇ કીકાણી, રાજભા ઝાલા તથા સર્વે કમીટી મેમ્બર દ્વારા ફર્સ્ટ/સેક્ધડ/થર્ડ પ્રિન્સેસને પ્રાઇઝ પણ આપવામાં આવ્યા હતા.
રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવમાં રોજ સર્વ દર્શનાર્થીઓને પણ આરતી આપવામાં આવે છે. તા.24ના રોજ મુખ્ય મહેમાન તરીકે ઇન્કમટેક્ષ કમીશ્નર જયંતકુમાર તેમજ સાંસદ રામભાઇ મોકરીયા ઉપસ્થિત રહી ભાવવિભોર થયા હતા. સાથોસાથ રાજકોટના મહાનુભાવો તથા મિત્રોએ પણ આરતીનો લાભ લીધો હતો.
ગઇકાલે મહા આરતીમાં વોઇસ ઓફ ડેના એમડી કૃણાલ મણીયાર, મીરાબેન મણીયાર, મનીષ રાડીયા, સોનલબેન સેલારા, જયાબેન ડાંગર, પૂજાબેન પટેલ, કિરણબેન માકડીયા, શહેર મહિલા પ્રમુખ શિલ્પાબેન જાવિયા, ઇલાબેન પડીયા, સુરેન્દ્રસિંહ વાળા વગેરે મહાનુભાવોએ આરતીનો દિવ્ય લાભ લઇ ભાવવિભોર થયા હતા. તેમજ પોલીસ પરિવાર અને એ ડીવીઝનના પીઆઇ હરીપરા તથા ભરતસિંહ અને અન્ય સ્ટાફ મિત્રોએ હાજરી આપી હતી. મહોત્સવમાં દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે. આજરોજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂના ગીતોની સ્ક્રીપ્ટ રાખવામાં આવી છે. રાજકોટ કા રાજા ગણપતિ મહોત્સવને સફળ બનાવવા આયોજકો આશિષભાઇ વાગડીયા, રાજભા, રાજુ કિકાણી, બલી ભરવાડ, પુનીત વાગડીયા, જયેશ પરમાર, કૌશલ અને અન્ય કમિટિ મેમ્બર ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. તા. 28ના રોજ સવારે 8 વાગ્યે વિસર્જન યાત્રા નીકળવાની છે, જેનો પણ લાભ લેવા યાદીમાં
જણાવાયું છે.