માણાવદરમાં 49 લાખના દારૂની બોટલો ઉપર બુલડોઝર ફરી વળ્યું
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
માણાવદરના મીતડી રોડ પર આવેલા આઇસ મીલ તરીકે ઓળખાતા સીલીંગ મિલના ગ્રાઉન્ડમાં 49 લાખનો દારૂ, બિઅર અને શિરપ પર રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. જેમાં વંથલી પોલીસ હસ્તક દારૂ બિયરની 10, 319 કી. રૂ. 24,68,915, અને આયુર્વેદિક સીરપની બોટલ નંગ 19372 કી. રૂ. 19,37,200 માણાવદર પોલીસ હસ્તક પરપ્રાંતીય દારૂ બોટલ 988 કી.રૂ. 2,21,540 બાંટવા પોલીસ સ્ટેશન હસ્તક પરપ્રાંતીય દારૂ 875 બોટલ કી.રૂ. 3,20,175 મળીને કુલ 31, 554 દારૂ, બિયર અને આર્યુવેદિક સીરપની બોટલ કિંમત 49,47, 830નો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
આ તકે વંથલીના પ્રાંત અધિકારી કનકસિંહ ગોહિલ, કેશોદ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક બી.સી. ઠક્કર, માણાવદર મામલતદાર કે.જે. મારૂ, વંથલી મામલતદાર માણાવદર ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર.પારગી, વંથલી પીએસઆઇ વાય.બી.રાણા, બાંટવા પીએસઆઇ આર.એમ.વાળા, નશાબંધી ખાતાના અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.