અકસ્માત વેળાએ 3.50 લાખની ચીજવસ્તુ દર્દીને પરત કરી
જૂનાગઢ વંથલી રોડ ધોરાજી ચોકડી પાસે તા.11 એપ્રિલના રોજ રાત્રીના 8 વાગ્યે બાઈકનું એક્સિડન્ટ થયું હતું અને અકસ્માત સર્જાતા જાગૃત નાગરિક દ્વારા 108નો સંપર્ક કરવામાં આવેલ ત્યારે 108 વંથલીના ઇએમટી જયદીપ નીમાવત અને પાયલોટ કુલદીપ સિંહ વાક તુરંત ઘટના સ્થળેપોહચી ગયા હતા જયારે આ અકસ્માતમાં બાઇક ચાલકની હાલત નાજુક હતી.દર્દી બેભાન હાલતમાં હતા એવી પરિસ્થિતિ માં ઇએમટી જયદીપ નિમાવત દ્વારા જરૂરી સારવાર 108માં આપી હતી અને દર્દી બેભાન હાલતમાં હતા તેની પાસે 4 તોલા સોનું, બે મોબાઈલ, 4 રીંગ અને એક રુદ્રાક્ષની માળા તેમજ બ્રેસલેટ જેની અંદાજિત રકમ 3.50 લાખનો મુદામાલ હતો ત્યારે અકસ્માતની જાણ પરિવારોને તથા તુરંત દોડી આવ્યા હતા ત્યારે 108ના કર્મીઓ દ્વારા લાખોના સોના ચાંદી વગેરે વસ્તુ તેના પરિવારને સોંપી દીધી હતી ત્યારે 108ના કર્મચારીઓએ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ સાથે પ્રામાણિકતા જોવા મળી હતી ત્યારે જીલ્લા અધિકારી યુવરાજ સિંહ ઝાલા દ્વારા વંથલી 108 ટીમને અભિનંદન આપ્યા હતા.