દેશ ભરમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના વેક્સિન તૈયાર કરવાવાળી કંપની ભારત બાયોટેકનો 50 સ્ટાફ ઘાતક કોરોના વાયરસના સંક્રમણમાં આવ્યા છે. ભારત બાયોટેકની જોઈન્ટ મેનેજીંગ ડિરોક્ટર સુચિત્રા ઈલાએ પોતાના 50 કર્મચારીઓ કોવિડથી સંક્રમિત થયા હોવાનું ટ્વિટ કર્યું હતું. અને આ ટ્વિટ પર ઘણા લોકો પ્રસંશાના ફૂલ બાંધી રહ્યા હતા, તો બીજી તરફ લોકો આલોચના પણ કરી રહ્યા હતા. કેટલાક લોકો એ જણાવ્યું કે કોવેક્સિન સોકોની જીંદગી બચાવી રહી છે, અન્ય લોકો એ સવાલ કર્યો કે કર્મચારીઓને રસી શામાટે આપવામાં આવી નહી.
જોઈન્ટ મેનેજીંગ ડિરોક્ટર સુચિત્રા ઈલાએ આપી જાણકારી
- Advertisement -
કર્મચારીઓને રસી શામાટે આપવામાં આવી નહીં
દેશમાં સતત બીજા દિવસે કોરના કેસમાં વધારો જોવા મળ્યો છે..છેલ્લા 24 કલાકમાં દેશભરમાં ત્રણ લાખ 62 હજાર 700થી વધુ કોરોના કેસ નોંધાયા છે..જ્યારે મૃત્યુઆંક પણ ચાર હજાર 120 થયો છે..દેશમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ લાખ 52 હજાર 181 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે…દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા એક કરોડ 97 લાખ 34 હજાર 800ને પાર થઈ છે..જ્યારે કુલ મૃત્યુઆંક બે લાખ 58 હજાર 317 થયો છે.
દેશના 18 રાજ્યોમાં નાના-નાના ખેપ રૂપે કોવેક્સિન અપાઈ રહી છે
- Advertisement -
ઈલાએ જણાવ્યું કે દેશના 18 રાજ્યોમાં નાના-નાના ખેપ રૂપે કોવેક્સિન અપાઈ રહી છે. હૈદ્રાબાદ સ્થિતિ આ કંપની આંધ્ર પ્રદેશ, હરિયાણા, ઓડિશા, અસમ, જમ્મુકાશ્મીર, તામિલનાડું, બિહાર, ઝારખંડ અને દિલ્હી સહિત 18 રાજ્યોને કોવેક્સિનની જરૂરીયાત પૂર્ણ કરી રહી છે. અન્ય રાજ્ય છત્તીસગઢ, કર્ણાટક, તેલંગણા, ત્રિપુરા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ છે.