14 જાન્યુઆરીએ ખરેખર ઉત્તરાયણ નહીં મકરસંક્રાંતિ પર્વ, ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ બંને અલગ બાબતો
સૂર્યની ઉત્તર તરફ ખસવાની ક્રિયા એટલે કે ઉત્તરાયણ 22 ડિસેમ્બર આસપાસથી થાય અને સૂર્યની મકર રાશિમાં પ્રવેશવાની ક્રિયા એટલે કે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરી આસપાસથી થાય
- Advertisement -
સૂર્યનું ઉત્તર દિશા તરફનું અયન યા ગમન ઉત્તરાયણ જ્યારે સૂર્યનું મકર રાશિમાં સંક્રમણ યા પ્રવેશ મકરસંક્રાંતિ કહેવાય
ઉત્તરાયણ ઋતુ આધારિત તહેવાર, મકરસંક્રાંતિ નાક્ષત્રિક તહેવાર: ઉત્તરાયણનો એક અર્થ ‘વર્ષનો અડધો ગાળો’ એવો પણ થાય
ઉત્તરાયણનો પર્વ એ સૂર્ય દેવની ઉપાસનાનો દિવસ તો મકરસંક્રાંતિનો પર્વ એ જ્ઞાનની દેવી માઁ સરસ્વતીની પૂજા કરવાનો દિવસ
- Advertisement -
ઉત્તરાયણનો દિવસ સ્થિર રૂપનો જ્યારે મકરસંક્રાંતિનો દિવસ દર 72 વર્ષે એક દિવસ જેટલો આગળ ખસતો રહે
ઋગ્વેદમાં સૂર્ય માટે ‘પતંગ’ શબ્દ વપરાયો છે એટલે આપણે ત્યાં ઉત્તરાયણના દિવસોમાં સૂર્યદેવની ઉપાસના પતંગ ચગાવી કરવાનો મહિમા
પંદરસો-બે હજાર વર્ષ પહેલાં ઉત્તરાયણ અને મકરસંક્રાંતિ એક જ દિવસે થતાં એટલે અર્થ અને ક્રિયાની દ્રષ્ટીએ અલગ એવા આ બંને તહેવારો કાયમ એક જ દિવસે આવશે એવો ગૂંચવાડો ઉભો થયો
14 જાન્યુઆરીએ દેશના અલગઅલગ ભાગોમાં જુદા-જુદા નામથી ઉજવાતા તહેવાર પાછળ ખગોળીય ઘટના: આ એકમાત્ર એવો હિંદુ તહેવાર છે જે દર વર્ષે 14 જાન્યુઆરીએ જ ઊજવવામાં આવે છે



