– 6 લોકોના ઘટનાસ્થળે જ થયા મોત
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. અહીં રોડના કિનારે બેઠેલા લોકોને ટામેટા ભરેલી પિકઅપ ટ્રકે કચડી નાખ્યા હતા.
- Advertisement -
ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાંથી અમુક લોકો લગ્ન સમારંભમાં ભાગ લેવા આવ્યા હતા અને રોડના કિનારે બેઠા હતા, ત્યારે અચાનક એક પિકઅપ ટ્રક આવ્યો અને તેમને કચડીને ઝાડ સાથે અથડાયો હતો. ઘટનાસ્થળે જ પાંચ લોકોના મોત થઈ ગયા હતા. એકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયુ હતું.
તો વળી આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચિત્રકૂટ દુર્ઘટનામાં થયેલ છ લોકોના મોત પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જ સીએમે મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઘાયલને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.
તેની જાણકારી જિલ્લા અધિકારી સભ્રાંત શુક્લાએ આપી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પોલીસે ડેડબોડી કબ્જામાં લીધી છે. હકીકતમાં જોઈએ તો, ચિત્રકૂટમાં ઝાંસી-મિરઝાપુર નેશનલ હાઈવેના ભરતકૂપ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડના કિનારે સુઈ રહેલા ગામલોકોને બેકાબૂ બનેલા ટામેટાથી ભરેલા પિકઅપે રગદોળી નાખ્યા હતા. જેમાં છ લોકોના મોત થઈ ગયા છે.
- Advertisement -
कुछ लोग शादी समारोह में हिस्सा लेने आए थे और सड़क किनारे बैठे थे की तभी एक पिकअप ट्रक आया और इनको रौंदता हुआ एक पेड़ से जाकर टकराया। मौके पर 5 लोगों की मृत्यु हो गई। एक को अस्पताल लेकर आया गया जहां उसकी इलाज के दौरान मृत्यु हुई: सभ्रांत शुक्ला ज़िलाधिकारी, चित्रकूट, उत्तर प्रदेश pic.twitter.com/JDc8Wi9SKn
— ANI_HindiNews (@AHindinews) July 9, 2022