ફાયર વિભાગે તુરંત દોડી આવીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.15
- Advertisement -
જુનાગઢ શહેરના બસ સ્ટેન્ડ રોડ પર મોડી રાત્રે પ્રિઝમ કોમ્પ્લેક્ષમાં આવેલ ઉત્સવ હોટલમા અચાનક આગ લાગી હતી આગ લગતા તુરંત ફાયર વિભાગને જાણ કરતા તુરંત ફાયર વિભાગ આવીને પાણીનો મારો ચલાવ્યો હતો અને આગને કાબુમાં કરી હતી. બસ સ્ટેન્ડ પાસે આવેલ પ્રિઝમ કોમ્પ્લેક્ષમાં ઉત્સવ હોટલમાં રાત્રીના એક વાગ્યા આસપાસ રસોડા વિભાગમાં આવેલ ચીમનીમાં આગ લાગી હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પેહલા મનપા ફાયરને જાણ થતા તુરંત દોડી આવ્યા હતા.
અને થોડીવાર માંજ આગને કાબુમાં લીધી હતી જયારે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન છે.જયારે આગના લીધી કોઈ જાનહાની થયાના સમાચાર નથી આગ લાગવાના કારણે હોટલ ઉત્સવમાં થોડી ઘણી નુકશાની જોવા મળી હતી.