ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ત્રણ વર્ષ બાદ કાયમી કુલપતિ મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનમાં અધ્યક્ષ તરીકે પદ ગ્રહણ કરતા ડો. ઉત્પલ જોષીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 18મા કાયમી કુલપતિ તરીકે નિમણૂક આપવામાં આવી છે, જેમનો કાર્યકાળ આગામી 5 વર્ષ સુધી રહેશે. છેલ્લા ત્રણ વર્ષમાં ત્રણ કાર્યકારી કુલપતિ બદલાઈ ગયા અને તેમાં અનેક વિવાદો થયા ત્યારે હવે નવા આવનારા કાયમી કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિકલ કઈ રીતે બદલે છે તે જોવું મહત્વપૂર્ણ છે આ સાથે જ મહત્વની વાત એ છે કે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિક શાસ્ત્ર ભવનમાં જ ભણેલા છે એટ્લે કે અહીં જ ખતભ અને ઙવ.ઉ. વર્ષ 1996માં પૂર્ણ કરેલુ છે.