18 સ્ટેશનો અને 7 ઑફિસ બિલ્ડીંગો પર 539 કિલોવોટની સોલાર પેનલો, 35 લાખથી વધુની બચત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા સૌર ઊર્જાનો સદુપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં રાજકોટ ડિવિઝન હેઠળ આવતા 18 સ્ટેશનો અને 7 ઓફિસ બિલ્ડીંગો પર 539 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલો, રૂ. 35 લાખથી વધુની બચત થઈ છે. પશ્ચિમ રેલ્વેનો રાજકોટ ડિવિઝન 2030 સુધી “નેટ ઝીરો કાર્બન એમિટર” હાંસલ કરવાના રેલવેનાં લક્ષ્યાંકને પૂર્ણ કરવાની દિશામાં કામ કરી રહ્યું છે. છેલ્લા નાણાકીય વર્ષમાં તેનો ખૂબ સારો લાભ પણ મળ્યો છે. રાજકોટનાં ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારના જણાવ્યા મુજબ, પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આગળ વધારતા, રાજકોટ ડિવિઝન ગ્રીન અને રિન્યુએબલ એનર્જી તરફ મોટા કદમ ઉઠાવી રહ્યું છે. રાજકોટ ડિવિઝન તેની વીજ જરૂરિયાતો માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરી રહ્યું છે અને પુન:પ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવા માટે વિવિધ પગલાં લીધા છે. જેના સારા પરિણામો સામે આવી રહ્યા છે.
- Advertisement -
રાજકોટ ડિવિઝનનાં 18 રેલ્વે સ્ટેશનો અને 7 જેટલા રેલ્વે ઓફિસ બિલ્ડીંગો પર 539 કિલોવોટ ક્ષમતાની સોલાર પેનલો સપ્ટેમ્બર સુધીમાં સ્થાપિત કરવામાં આવી છે. જેના કારણે આવક પણ થઈ છે. આ અંદાજે 21 હજાર વૃક્ષોની કાર્બન શોષણ ક્ષમતા જેટલી છે. રાજકોટ ડિવિઝન પર સોલાર પેનલોએ છેલ્લા નાણાકીય વર્ષ 2023-24માં 454989 સઠવ (યુનિટ) વીજળીનું ઉત્પાદન કર્યું છે, જે 364 ટનથી વધુના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવા સમકક્ષ છે અને તેના પરિણામે કુલ રૂ. 27.18 લાખની બચત થઈ છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25 (ઓગસ્ટ સુધી) દરમિયાન 282666 સઠવ (યુનિટ) વીજળીનું સૌર ઊર્જા ઉત્પાદન પ્રાપ્ત થયું હતું, જે 226 ટનથી વધુના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવાની સમકક્ષ છે અને પરિણામે કુલ રૂ. 18.91 લાખની બચત થઈ છે.