ગિરનાર પરિક્રમાનો બંદોબસ્ત પાંચ ઝોનમાં રખાશે
પરિક્રમા રૂટ પર 40 રાવટી સાથે પ્રેશર પોઇન્ટ પર ડી.વાય.એસ.પી.તૈનાત રેહશે
- Advertisement -
લાખો યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર
ભવનાથ તળેટી સહિતના વિસ્તારોમાં મનપાના 30 અધિકારીની નિમણૂંક
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ગરવા ગિરનાર ની લીલુડી પરિક્રમા શરુ થવાને એક દિવસ બાકી છે ત્યારે વહીવટી તંત્ર ની તમામ પાંખો સજ્જ બની છે આ વર્ષે પરિક્રમા માં 15 થી 20 લાખ ભાવિકો આવવાની શક્યતા ને ધ્યાને લઈને તંત્ર એ તૈયારી પૂર્ણ કરી લીધી છે એક દિવસ બાકી છે ત્યારે ભવનાથ વિસ્તારમાં ભાવિકો નો ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે પરિક્રમા ના 36 કી.મી.રૂટ પર સામાજિક સંસ્થા ના અન્નક્ષેત્ર તૈયારી પૂર્ણ થઇ ચુકી છે.
- Advertisement -
અને અન્નક્ષેત્ર શરુ કરી દેવામાં આવ્યા છે હાલ પરિક્રમા રૂટ પર ચહલ પહલ વધી છે એવા સમયે પોલીસ દ્વારા રાવટી ઉભી કરી દેવામાં આવીછે સાથે વન વિભાગ પણ સજ્જ થયું છે અને અને અન્ય જિલ્લા માંથી વન વિભાગ નો સ્ટાફ પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા નેત્રમ સીસીટીવી સાથે અન્ય પ્રેસર પોઇન્ટ ઉપર સીસીટીવી લગાવામાં આવશે અને ભાવિકો સુખરૂપ પરિક્રમા પૂર્ણ કરે તેવી તકેદારીના ભાગ રૂપે અન્ય જિલ્લા માંથી પોલીસ કર્મી સ્ટાફનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અતિ કઠિન મનાતી ગિરનાર લીલી પરિક્રમા આજથી ઘસારો જોવા મળી રહ્યોછે અને આવતીકાલ સાંજ સુધીમાં એક લાખ ભાવિકો ભવનાથ તળેટી માં જોવા મળશે તેવો એક અંદાજ લગાવામાં આવી રહ્યો છે.
રેન્જ I.G.એ પરિક્રમા રૂટનું નિરીક્ષણ કર્યું
લાખો યાત્રિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગે એક્શન પ્લાન બનાવ્યો છે, ગતરાત્રે રેંજ આઇ.જી. મયંકસિંહ ચાવડાએ જાતે પરિક્રમા રૂટ પર પગપાળા ચાલીને અવલોકન કર્યું હતું.સાથે જીણાબાવાની મઢીના મહંત સાથે વાતચીત કરી પરિક્રમા અંગે માહિતી મેળવી હતી. આઈ.જી.એ જણાવ્યું હતું કે, યાત્રિકોની સલામતી માટે વિવિધ પ્રકારની 40 જેટલી રાવટીઓ ઉભી કરવામાં આવી છે, જેમાં પોલીસ, વન વિભાગ અને આરોગ્ય સહિતનો સ્ટાફ વાયરલેસ સેટ સાથે સજ્જ રહેશે.તેમજ તેમજ 2 હજાર જીઆરડી, હોમગાર્ડ સહિતના 4 હજાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, 5 ડી.વાય.એસ.પી.સાથે પાંચ ઝોનમાં એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે.
ડ્રોન અને બોડી વોન કેમેરાનો ઉપયોગ કરાશે S.P.
પરિક્રમામાં લાખોનીની સંખ્યામાં ભાવિકો ઉમટી પાડવાની સંભાવના ધ્યાને લઈને એસ.પી.રવી તેજા વાસમ સેટ્ટી એ જણાવ્યું હતું કે યાત્રિકો ની સલામતી માટે પ્રથમ વખત ડ્રોન કેમરા સાથે બોડી વોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે તેની સાથે ભવનાથ તળેટી સહીત વિસ્તારોમાં નેત્રમના સીસીટીવી કેમરાથી નજર રાખવામાં આવશે યાત્રિકોને પરિક્રમાના એક દિવસ અગાઉ આવવા અપીલ કરી હતી.
મનપા 30 ઓફિસરને ડયુટી પર તૈનાત કર્યા: ડે.મેયર
જૂનાગઢ મનપા દ્વારા પરિક્રમા માં આવતા યાત્રિકોની સુખાકારી માટે ડે.મેયર ગિરીશ કોટેચા એ જણાવ્યું હતું કે ભવનાથ તળેટી વિસ્તારમાં 30 જેટલા મનપા ઓફિસરની નિમણૂંક કરવામાં આવી છે તેની સાથે આરોગ્ય ટિમ ડોકટર સાથે હશે તેમજ ફાયર વિભાગ સજ્જ હશે ઉતારા મંડળ ને સુવિધા પુરી પાડવામાં આવીછે સ્ટોલનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે.