અમેરિકામાં વધુને વધુ લોકોને કાયમી વસવાટ માટે જરૂરી ગ્રીનકાર્ડનો માર્ગ ખુલવામાં છે. અમેરિકી સંસદમાં પેશ થયેલા વિધેયકને પ્રમુખને સમર્થન મળ્યું છે. આ વિધેયકમાં જુદા-જુદા દેશો માટેની કવોટા સિસ્ટમ રદ કરવાની દરખાસ્ત છે જેથી ભારતીયોને તક વધવાની સંભાવના છે.
અમેરિકી સંસદમાં આ બીલ પસાર થવાના સંજોગોમાં અમેરિકામાં કાયમી વસવાટ ઈચ્છતા હજારો ભારતીયોને ફાયદો થઈ શકે છે. હાલ મોટી સંખ્યામાં ભારતીય એચ1બી વિઝાના આશરે છે.
- Advertisement -
અમેરિકી કંપનીઓ વિદેશી નાગરિકોને કુશળતા-ક્ષમતાના આધારે નોકરી આપી શકે તેવા ઉદેશથી આ બીલ તૈયાર કરવામાં આવ્યું છે. અત્યારે કવોટા સિસ્ટમને કારણે દરેક દેશને નિશ્ચિત માત્રામાં જ ગ્રીનકાર્ડ મંજુર થાય છે.
આ સૂચિત કાયદામાં વિવિધ દેશો માટે ગ્રીનકાર્ડની મર્યાદા ખત્મ કરવાની જોગવાઈ કરવામાં આવી છે જેથી લાયક અને કુશળતા ધરાવતા લોકોને વધુ તક મળી શકે. વ્હાઈટ હાઉસના નિવેદન પ્રમાણે અપ્રવાસી વિઝા પ્રણાલીમાં સુધારા તથા વિદેશી વીઝા બેકલોગના આકરા પ્રભાવોને ખત્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જરૂર પડયે નર્સ, થેરાપીસ્ટ જેવી નોકરી માટે અલગ વીઝા જોગવાઈ કરાશે.