રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને મોટો ઝટકો
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીને મોટો ઝટકો આપ્યો છે. દોનબાસમાં રશિટન સેનાના ભીષણ હુમલા વચ્ચે બાઈડેને યુક્રેનને રશિયા સુધી હુમલો કરવા માટે સક્ષમ રોકેટ આપવાનો ઈનકાર કરી દીધો છે. રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ રશિયન સેનાના વધી રહેલા આક્રમણને રોકવા માટે ઘાતક અમેરિકી મલ્ટીપર્લ લોન્ચ રોકેટ સિસ્ટમની માંગ કરી હતી.
- Advertisement -
એવું મનાય રહ્યું છે કે પુતિનના જોરદાર પલટવારના ડરથી બાઈડેને યુક્રેનને આ રોકેટ આપ્યા નથી. બાઈડેને વ્હાઈટ હાઉસમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અમે યુક્રેનને એવી રોકેટ સિસ્ટમ નથી આપવાના જે રશિયા સુધી પહોંચી શકે. યુક્રેની અધિકારી આ રોકેટ સિસ્ટમની માંગ કરી રહ્યા છે જે મોટા અંતરે જોરદાર હુમલો કરવામાં સક્ષમ હોય. અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે બાઈડેન કઈ રોકેટ સિસ્ટમની વાત કરી રહ્યા હતા. આ પહેલાં અમેરિકી મીડિયામાં આવેલા અહેવાલોમાં કહેવાયું હતું કે બાઈડેન તંત્ર 300 કિ.મી. સુધી હુમલો કરવામાં સક્ષમ આ રોકેટ સિસ્ટમ યુક્રેનને આપવાની તૈયારી કરી રહ્યું છે.