દક્ષિણ ચીન સાગરમાં અમેરિકી વિમાનની પાછળ ચીનનું ફાઈટર જેટ વિમાન પડયું હતું. આ મામલે અમેરિકાએ જણાવ્યું હતું કે ચીનની આ અમને ડરાવવાની હરકત છે, પણ અમે ડરવાના નથી.
અમેરિકાના સાથે દુશ્મની વધારવા ચીન યુધ્ધાભ્યાસ કરી રહ્યું છે. ખરેખર તો અમેરિકાના એક અધિકારીએ જાણકારી આપી હતી કે એક ચીન લડાયક વિમાને આંતર રાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં દક્ષિણ સાગર ઉપર એક અમેરિકી સૈન્ય વિમાન પાસે બિનજરૂરી રીતે આક્રમક અભ્યાસ કર્યો હતો.
- Advertisement -
ઈન્ડો-પેસિફિક માટે જવાબદાર અમેરિકાના સૈન્ય કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું છે મે ચીની જે-16 વિમાને ગત મહિને પેંતરાબાજી કરી હતી જેના કારણે અમેરિકાના આરસી-135 વિમાનને ટર્બ્યુલન્સનો સામનો કરવો પડયો હતો. અમેરિકી સૈન્ય કમાન્ડે જણાવ્યું હતું કે અમે ડરનારા નથી.
અમેરિકાને જયાં પણ આંતરરાષ્ટ્રીય કાનૂન મંજુરી આપે છે ત્યાં વિમાનના ઉડવા, નૌકાયન કરવું અને સુરક્ષાનું કામ જવાબદારીથી કામ કરવાનું ચાલુ રાખશે. આ ઘટનાનો વીડિયો વાયરલ કર્યો છે. જેમાં જોવા મળે છે કે એક ચીની લડાયક વિમાન અમેરિકાના વિમાન સામેથી પસાર થયું હતું. જેની કેટલીક સેક્ધડ બાદ આરસી 135નું કોકપીટ ઝટકાથી ડગમગી ગયું હતું.