ધો.6ની વિદ્યાર્થીએ રડતા રડતા સિનિયર વિદ્યાર્થીઓ અને શાળા સામે આક્ષેપો કર્યા હતા
વિવાદાસ્પદ શાળા સંચાલક કિરણ પટેલની સ્કૂલ બાબતે વધુ એક વિવાદ થતાં ચારેકોર ચર્ચા
- Advertisement -
આ મામલે સતત બીજા દિવસે ABVPનો વિરોધ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ એસએનકે સ્કૂલની ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિની આ સંસ્થાના ધો.11-12માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં આ ઘટના શિક્ષણજગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આ મામલે ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ શાળા કેમ્પસ ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો અને ત્યારબાદ આજે આ કાર્યકર્તાઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો. આ દરમિયાન ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટસિંહ પરમારે વિદ્યાર્થિનીનો વીડિયો જોઈ કહ્યુ કે, આ ઘટનામાં એજયુકેશન ઇન્સ્પેક્ટરની કમિટી રચી સ્કૂલ સામે કડક પગલાં લેવામાં આવશે.
- Advertisement -
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી એસએનકે સ્કૂલમાં ધો. 6માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનો સિનિયર વિદ્યાર્થી દ્વારા છેડતી કર્યાના આક્ષેપ સાથેનો વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વાઈરલ વીડિયોમાં વિદ્યાર્થિની જણાવી રહી હતી કે, આ આખી ઘટના છેલ્લા બે મહિનાથી ચાલી રહી છે પરંતુ સ્કૂલે કોઈ એક્શન નથી લીધા. ધો. 11ના છોકરાઓ અમારા ઉપર રોજ રોફ જમાવે છે. જેમ ફાવે એમ અમારા માતા-પિતાને બોલે છે. તેઓ અમને માર્યા છે. હાલત ખરાબ થઈ ગઈ છે. માથું દુ:ખે છે. સ્કૂલવાળાને પાંચમીવાર ફરિયાદ કરી પણ કોઇ એક્શન લેવાતું નથી.
આ ઘટનાની જાણ થતાંની સાથે જ ગઈકાલે બપોરે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો અને હોદેદારોએ બપોરના એસએનકે સ્કુલ પર પહોંચી સંસ્થામાં પ્રિન્સીપાલને રજુઆત માટે જતા હતા. જોકે તેઓને સિક્યુરીટીમેન દ્વારા દરવાજા પર જ અટકાવી દેવાતા આ અંગે એબીવીપીના હોદેદારોએ સંસ્થાના સંચાલકો સામે રોષ વ્યકત કર્યો હતો. જે બાદ 14 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
શું હતો આખો મામલો
રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ એસએનકે સ્કૂલની ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનિની આ સંસ્થાના ધો.11-12માં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા છેડતી કરાતા અને તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં આ ઘટના શિક્ષણજગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે, આ ઘટના બે મહિનાથી ચાલે છે. છતાં સ્કૂલે કોઈ એક્શન લીધા નથી. ધો. 11ના છોકરાઓ અમારા પર બુલી કરે અને રોફ જમાવે છે. જેમ ફાવે તેમ અમારા માતા-પિતાને પણ બોલે છે. આ છોકરાઓ અમને માર માર્યો છે. પૂરી હાલત ખરાબ થઈ ગઈ છે અને માથું દુખે છે. સ્કૂલવાળાને પાંચ વખત રજૂઆત કરી છતાં કોઈ એક્શન લીધા નથી એટલે અમે પોલીસ ફરિયાદ કરવા આવ્યા છીએ. અમે બસમાં એન્ટર થઈએ ત્યારે છોકરાઓ પગ વચ્ચે રાખે છે. અમારું બેગ સ્હેજ પણ અડી જાય એટલે અમારા માતા-પિતા સામી ગાળો આપે છે. આ મામલે ગઈકાલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ શાળા કેમ્પસ ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો અને ત્યારબાદ આજે આ કાર્યકર્તાઓ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે હલ્લાબોલ કર્યો હતો.