વિપક્ષે 1200 ખાડાને લઈ કોણ જવાબદારના પોસ્ટર બતાવ્યા, સ્મશાનના લાકડાંના ભ્રષ્ટાચાર મુદ્દે પણ ઉગ્ર બનીને વિરોધ કર્યો
સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની ફરજ પડી !
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો થયો છે.ગાયના મોતના મુદ્દે વિપક્ષે હોબાળો મચાવતા સભા તોફાની બની છે.કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોસ્ટરો દ્વારા હોબાળો કર્યો છે જેમાં સામાન્ય સભામાં પોલીસ બોલાવવાની ફરજ પડી છે.કાર્યકરોને પ્રેક્ષક ગેલેરીમાંથી બહાર કઢાયા છે તો બીજી તરફ વશરામ સાગઠિયાએ પુસ્તક લઈ વિરોધ કર્યો છે. વિપક્ષે 1200 ખાડાને લઈ કોણ જવાબદારના પોસ્ટર બતાવ્યા છે સાથે સાથે સ્મશાનના લાકડાના ભ્રષ્ટાચાર મુદ્દે પણ કોંગ્રેસ ઉગ્ર બનીને વિરોધ કરી રહી છે.
આજે રાજકોટ મનપાનું જનરલ બોર્ડ મળ્યું છે જે બોર્ડમાં ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરોએ 22 પ્રશ્નનો મૂકયા છે.રોડ રસ્તા, પ્લોટ સહિતના પ્રશ્નોનોને મૂકવામાં આવ્યા હતા પરંતુ બોર્ડની શરૂઆતમાં જ કોંગ્રેસ આક્રમક મોડમાં આવી ગઈ છે,વરસાદ બાદ અનેક જગ્યાએ રોડ રસ્તાઓને નુકસાન થયું છે તેને લઈ કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો.જે રોડ રસ્તાને નુકસાન થયું છે તેને લઈ કોણ જવાબદાર રહેશે તેને લઈ હોબાળો મચ્યો હતો.પરંતુ પોલીસ ઘટના સ્થળે પહોંચતા હોબાળો સામાન્ય થઈ ગયો હતો.
જનરલ બોર્ડમાં એક તરફ ભાજપના નગરસેવકોએ સમય પસાર કરવા માટે આંકડાઓ અને વાહવાહી કરતા પ્રશ્નો પૂછ્યા છે. બીજી તરફ વિપક્ષે ટાઉન પ્લાનિંગ શાખાએ કરેલી કામગીરી, ફાયર એનઓસીના આંકડા અને વિગતો માંગી છે. આ ઉપરાંત ઢોર ડબ્બામાં જે ગાયોના કમોત થયા છે તેનો આંક તેમજ કોન્ટ્રાક્ટરને કઈ શરતો સાથે કેટલી રકમ અપાઈ છે તે સહિતની વિગતો આપી છે.
રાજકોટમાં પાલિકાનું જનરલ બોર્ડ આજે મળતા તેમાં ખાડા અને સ્મશાનના લાકડા મામલે વિપક્ષ દ્વારા દેકારો કરવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા નિયુક્ત થયેલા વિ પક્ષી નેતા સાગઠીયા એ બોર્ડમાં રસ્તામાં પડી ગયેલા 12000 ખાડા બોર્ડ દેખાડ્યું હતું ગાયોના મોતના જવાબદાર કોણ તેનું પણ બોર્ડ પ્રદર્શિત કરાતા મે યરે માર્શલ દ્વારા હકાલપટ્ટી કરાવી હતી.વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે બોર્ડના નિયમો પ્રમાણે પ્રશ્નો પૂછવા દેવાતા નથી પેટા પ્રશ્નો અંગે અમારો અધિકાર છીનવાઈ છે બીપીએમસી એક્ટની જોગવાઈ છે તે પ્રમાણે રાજકોટ મહાપાલિકાનું બોર્ડ ચાલતું નથી એક જ સવાલમાં શાસક પક્ષ પ્રશ્ર્નોત્તરીનો એક કલાક વેડફી નાખે છે.
ભાજપ દ્વારા થયેલા ભ્રષ્ટાચાર મામલે અમારી રજૂઆતો ને સાંભળવામાં આવતી નથી બોર્ડમાં ધાંધલ ધમાલ કરાય છે,ભાજપના સભ્યો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેમીનભાઇ ઠાકરે વિપક્ષના આક્ષેપને વખોડી કાઢ્યો હતો નિયમ પ્રમાણે બોર્ડ ચાલતું હોવાનું જણાવ્યું હતું તેમને કહ્યું હતું કે બોર્ડમાં ગેર શિસ્ત ચલાવી ન લેવાય ગેર શિસ્ત થતા અમારે માર્શલનો પ્રયોગ કરવો પડ્યો હતો. મેયર સૂચના આપ્યા બાદ મેયર સૂચના આપ્યા બાદ કાર્યવાહી થઈ છે.