TRP ગેમઝોન અગ્નિકાંડનો મુદ્દો જનરલ બોર્ડમાં ગુંજે તે પહેલાં જ કોંગ્રેસના 2 કોર્પોરેટરની અટકાયત
પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવા યોજાતા જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે હુંસાતુંસી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
પ્રજાના પ્રશ્ર્નોના નિરાકરણ માટે યોજાતા રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડમાં દર વખતની જેમ આ વખતે પણ હંગામો જોવા મળ્યો હતો. દરમિયાન રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે લઇ આવેલ વશરામ સાગઠીયાની પોલીસ દ્વારા અટકાત કરવામાં આવી હતી જો કે, બાદમાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ જનરલ બોર્ડમાં પણ આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કૌભાંડોને લઇને આક્ષેપ-પ્રતિ આક્ષેપો કરવામાં આવ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના આજે યોજાયેલ જનરલ બોર્ડમાં ભારે હોબાળો જોવા મળ્યો હતો. કોંગ્રેસના વશરામ સાગઠીયા આજે જનરલ બોર્ડમાં રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો સાથે પહોંચ્યા હતા. દરમિયાન પોલીસ દ્વારા તેમની બહારથી જ અટકાત કરવામાં આવી હતી. જો કે, બાદમાં તેમને પ્રવેશ આપવામાં આવ્યો હતો. પરંતુ બોર્ડમાં મોડા આવવાના કારણે સાગઠીના પ્રશ્ર્નો લેવામાં જ આવ્યા ન હતા. દરમિયાન હાજર રહેલ પીડિત પરિવારોને પ્રેક્ષક ગેલેરીમાં પણ બેસવાની જગ્યા ન મળી હતી. અહીં પહેલાથી જ ભાજપના કાર્યકરોને બેસાડી દેવામાં આવ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જનરલ બોર્ડની શરૂઆતમાં અગ્નિકાંડના પીડિતોને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. દરમિયાન વશરામ સાગઠીયાએ પ્રહારો કરતા અગ્નિકાંડ અને ભ્રષ્ટાચારનો મુદો ઉઠાવ્યો હતો જેનો ભાજપ દ્વારા જબરો વિરોધ કરવામાં આવ્યો હતો. એક તબક્કે ભાજપના તમામ અધિકારીઓ એકસાથે મળીને વશરામ સાગઠીયાનો હલ્લાબોલ કર્યો હતો.
દરમિયાન ભાજપના મહિલા આગેવાનોએ પણ નારી શક્તિ જિંદાબાદના નારા લગાવી વશરામ સાગઠીયાનો વિરોધ કરતા ગેલેરી સુધી ધસી આવ્યા હતા. આમ પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવા યોજાતા જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભ્રષ્ટાચાર મુદે આક્ષેપો-પ્રતિ આક્ષેપો જોવા મળ્યા હતા. દરમિયાન ભારે હુસા-તુસી વચ્ચે મેઇન એજન્ડાના 10 મુદાને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાં મનપાની ટી.પી. સ્કીમ નં.3 નાના મવા, અંતિમ ખંડ 4 પૈકી(વાણીજ્ય હેતુ) પ્લોટની ફાળવણી રદ કરવા, વિવિધ સંવર્ગની જગ્યાઓ ઉપર સીધી ભરતી અને બઢતીથી નિયુકત થતાં કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ અનુસાર પગાર બાંધણી કરતા ઉદ્ભવેલ વિસંગતતા દૂર કરવા અંગે, મનપાની ર્માકેટ શાખામાં એન્કોચમેન્ટ રિમુવલ ઇન્સ્પેકટરની હંગામી ઉપસ્થિત નવ જગ્યાઓને કાયમી સટાફ સેટઅપમાં સમાવેશ કરવા અંગે, કડીયાનાકાથી નજીકના વિસ્તારમાં શ્રમિક બસેરા માટે જમીન ફાળવવા અંગે નિર્ણય લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાજકોટ અગ્નિકાંડના આરોપી અને સસ્પેન્ડેડ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા અને ચીફ ફાયર ઓફિસર ઇલેશકુમાર ખેરને ફરજમાંથી સસ્પેન્ડ કર્યા અંગેનો રિપોર્ટ રજુ કરવા બાબતે નિર્ણય લેવામાં આવેલ હતા.



