ઉપલેટા શહેરમાં થોડા દિવસ પહેલા જુગારના કેસમાં નવ વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવેલ હતા. આ કેસ ખોટી રીતે કરવામાં આવ્યો હોવાને લઈને ઉપલેટા પી.આઈ. કે.જે. રાણા તેમજ જમાદાર સહિત સાત પોલીસ કર્મીઓ સામે ઉપલેટા કોર્ટમાં દાખલ કરાઈ ફરિયાદ
રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં થોડા દિવસ પહેલા એક તબેલામાંથી નવ વ્યક્તિઓને જુગારના કેસમાં ઝડપવામાં આવ્યા હતા. આ નવ વ્યક્તિઓમાં ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ, સગા બાપ અને દીકરો, બે સગા વેવાઈ, અને બે પિતરાઈ ભાઈ હતા. આવા લોકો સાથે જુગાર રમે તે સામાજિક રીતે શક્ય ન હોઈ સાથે આ પકડવામાં આવેલ આરોપીઓનું એવું પણ કહેવું છે કે તેમના ખિસ્સામાંથી પૈસા કાઢી જુગારના નામે પટના પૈસા બતાવ્યા છે. સાથે જે નવ લોકો છે તેમાં ત્રણ માજી સદસ્ય નગરપાલિકા અને એક ચાલુ સદસ્ય પણ છે. આ જુગારનો કેસ ખોટી રીતે થયો છે અને ખોટી રીતે ફસાવાઈ દેવાયા હોવાને લઈને ઉપલેટા કોર્ટમાં ન્યાય મેળવવા ઉપલેટા પોલીસ સ્ટેશનના પી.આઇ. કે.જે. રાણા તેમજ જમાદાર સહિત સાત પોલીસ કર્મીઓ વિરુદ્ધ ઉપલેટા કોર્ટમાં ફરિયાદ દાખલ કરાઈ છે અને ન્યાયાલય પાસે ન્યાયની માંગણી કરી છે. આ ફરિયાદોનું કહેવું છે કે જે જગ્યા પર અમોને જુગારના કેસમાં જળપેલ છે તે પશુઓનો તબેલો છે અને અહીંયા પોલીસ આવી અને અમોને પોલીસ સ્ટેશન લઈ ગયા અને જુગારની કેસ કરી નાંખેલ. સાથે ફરિયાદીએ એ પણ જણાવેલ કે પોલીસ દ્વારા પંચનામુ પણ નથી કરાયું તેમજ અમને પકડી અમારા સબંધીઓને પણ જાણ નથી કરી. આ ખોટી રીતે ફસાવી દેવાયા હોવાને લઈને યોગ્ય ન્યાય મેળવવા હાલ ન્યાયાલયમાં ફરિયાદ દાખલ કરી અને ન્યાય મેળવવા અને ખોટી રીતે થયેલ કેસ માંથી બચવા પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.