ધારાસભ્ય સહિતના દાતાર ભક્તો ઉપસ્થિત રહ્યા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જગ પ્રસિદ્ધ કોમી એકતા પ્રતીક સમાન ઉપલા દાતારની જગ્યા ખાતે ગઈકાલથી ઉર્ષ મેળાનો પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે દાતારની જગ્યાના મહંત ભીમબાપુની નિશ્રામાં અમૂલ્ય આભુષણને ગુફા માંથી બહાર કાઢીને ગુલાબ જળ સાથે પવિત્ર કરીને ચંદન વિધિ કરવામાં આવી હતી.
આ ચંદન વિધિ પ્રસંગે જૂનાગઢ ધારાસભ્ય હર્ષદ કોરડીયા તેમજ યાત્રાધામ સમિતિ પૂર્વ સભ્ય યોગીભાઈ પઢીયાર સહીત ઉપલા દાતાર જગ્યાના સેવક સહીત દાતાર ભક્તો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે ઉપલા દાતાર ખાતે આરામનો દિવસ આવતીકાલે દીપમાળા કરવામાં આવશે જેમાં સમગ્ર જગ્યામાં દીપ પ્રગટાવી રોશની કરવામાં આવશે જાણે દિવાળી જેવો માહોલ જોવા મળશે દાતાર બાપુના ઉર્ષ પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિકો જોડાયા હતા ત્યારે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો જેમાં એસઓજી પીઆઇ ગોહિલ સહીત પીએસઆઇ ચુડાસમા સહીતના કર્મી ઉપસ્થિત રહ્યા હતા.