કડવા પાટીદારના પૂર્વસૂરીઓના સમર્પણના ઓવારણાં લેતો સમાજ
પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં સમાજમા અગ્રેસરોની વિશાળ હાજરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ તા.13-10-2024 કડવા પાટીદાર પરિવારોને દૂરદેશીથી સંગઠીત કરી સંધ શક્તિને સમાજ વિકાસ કાર્યમાં જોતરનારા સમાજનાં અગ્રણી સ્વ. છગનભાઈ નરશીભાઈ કણસાગરા (ફિલ્ડમાર્શલ) સ્વ.પોપટભાઈ નરશીભાઈ કણસાગરા (ફિલ્ડમાર્શલ) અને સ્વ.ઓધવજીભાઈ રવજીભાઈ ભાલોડીયા(અજંતા ગ્રુપ)ની પટેલ સેવા સમાજ-રાજકોટ સંચાલિત ફિલ્ડમાર્શલ-ગોવાણી ક્ધયા છાત્રાલયના પ્રાંગણમાં મુકવામાં આવેલી સંગેમરમરની પ્રતિમાનું રાજકોટના સાંસદ અને સમાજના પનોતા પુત્ર પુરુષોત્તમભાઈ રૂપાલાએ અનાવરણ કરતા કહ્યું કે, આજના સમાજની બુદ્ધિવાદમાં આ પૂર્વશૂરીઓની દીર્ઘદ્રષ્ટિ અને સમર્પણ રેડાયેલું છે. તેમણે કહ્યું કે આ સમર્પણ કરનાર મહાનુભાવોને આપણે આદર સમર્પિત કરી તેમણે જગાવેલી સમાજ સેવાની ધૂણીને પ્રજ્જવલિત રાખીએ. તેમણે કહ્યું કે આ ત્રણેય અગ્રેસરોએ માત્ર પોતાના જ નહી સર્વ સમાજને વિકાસનો માર્ગ આપ્યો છે. પટેલ સેવા સમાજના પ્રમુખ અરવિંદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કણસાગરા તથા ભાલોડીયા પરિવારના સ્વજનોની ઉપસ્થિતિમાં યોજાયેલ સમર્પણને અર્પણ સમારોહમાં ઉપસ્થિતિ સમાજના શ્રેષ્ઠીઓમાં સંબોધતા તેમણે ઉમેર્યું કે, આજે સમાજ ગૌરવ લઈ શકે તેવી કક્ષાએ પહોંચ્યો હોય તો તેના પાયામાં આ ત્રિપુટીની સમર્પણ ભાવના છે
- Advertisement -
અને આ ભાવના આપણે બરકરાર રાખવાનો સંકલ્પ આપણે તેમને સમર્પિત કરવાનો આ અવસર છે. સાંસદ પુરુષોત્તમ રૂપાલાનું પુષ્પગુચ્છથી સ્વાગત સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ દ્વારા કરવામાં આવ્યું. સંસ્થાની દિકરીઓ દ્વારા તમામ મહેમાનોનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું. ત્રણેય મુરબ્બીનો સુંદર પરિચય સ્મૃતિ ગડારા આપ્યો હતો. પ્રાસંગિક પ્રવચન આપતા પટેલ પ્રગતિ મંડળના પ્રમુખ નંદલાલભાઈ માંડવીયાએ જણાવ્યું હતું કે આ ત્રિપુટી દ્વારા સમાજ વિકાસનો એક સુંદર અધ્યાય શરૂ કરવામાં આવ્યો હતો. હવે પછી ઉમિયા માતાજીનું મંદિર નિર્માણ થવા જઈ રહ્યું તેની સામે પટેલ સેવા સમાજ દ્વારા એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે.