ફરિયાદી શ્યામ વિકાણી વતી એડવોકેટ સુરેશ ફળદુની રજૂઆત સફળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં રૈયા રોડ ઉપર રોઝરી સ્કૂલની બાજુમાં દર્શન પાર્કમાં રહેતા અને નિર્મલા કોન્વેન્ટ રોડ ઉપર ગોલ્ડન ક્લબ-એમાં ઓફીસ નં. 602 ધરાવી તેમાં યુનિક એસોસિયેટ્સના નામે ભાગીદારીમાં ધંધો કરતાં હાર્દીક મહેતા, ઉર્વી મહેતાનાઓએ ઝાયવીટા ન્યુટ્રા. પ્રા.લિ. પાસેથી લીધેલ રકમ રૂા. 12,50,000 પરત કરવા ઈસ્યુ કરી આપેલ ચેક રિટર્ન થતાં અદાલતમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા રાજકોટના મહે. એડિ. ચીફ જ્યુડી. મેજિ.એ આરોપી યુનિક એસોસિએટ્સ, હાર્દીક મહેતા, ઉર્વી મહેતા વિરુદ્ધ પ્રોસેસ ઈસ્યુ કરતો હુકમ ફરમાવેલ છે.
- Advertisement -
કેસની હકીકત જોઈએ તો રાજકોટ શહેરમાં નિર્મલા રોડ ઉપર ગોલ્ડન ક્લબ બિલ્ડિંગમાં 602 નંબરની ઓફીસ ધરાવતા અને રોઝરી સ્કૂલની બાજુમાં દર્શન પાર્કમાં રહેતા યુનિક એસોસિયેટ્સના ભાગીદાર હાર્દીક મહેતા તથા ઉર્વી મહેતા અમદાવાદ મુકામે ફાર્મા કંપનીમાં વપરાતી મશીનરીના મેન્યુફેકટરીંગનું કામકાજ કરતા મનુભાઈ પટેલને ત્યાં આ આરોપીઓનો ફરિયાદીને સંપર્ક થયેલ કે જે ફરિયાદી ઝાયવીટા ન્યુટ્રા પ્રા. લિ.ના નામે ન્યુટ્રીશન ટેબલેટ, કેપશ્યુલના મેન્યુફેકચરીંગ અને ટ્રેડીંગનું કામ કરી રહેલ છે એ રીતે ફરિયાદી અને આરોપીને મળવાનું થયા બાદ મિત્રતા બંધાયેલ અને તહોમતદાર ફાર્માસ્યુટીકલ કંપનીઓમાં ફ્લોરીંગનું ઈપોક્સીનું તથા પી.યુ. કરવાનું કામકાજ કરતાં હોવાથી ફાર્માની મોટી કંપનીનું કામ મળેલ હોય રો-મટિરિયલની ખરીદી કરવા નાણાંની જરૂરિયાત ઉપસ્થિત થતાં ફરિયાદી કંપની પાસે મિત્રતાના સંબંધના દાવે નાણાની માગણી કરતા ફરિયાદી કંપનીએ આરોપીની ડીમાન્ડ મુજબ રકમ રૂા. 12,50,000 આપેલ હતા જે રકમની માગણી કરતા આરોપીે ફરિયાદીનું કાયદેસરનું લેણુ અદા કરવાની નૈતિક ફરજ અને કાનુની જવાબદારી સમજી આરોપીએ તેઓની બેંકની રકમ રૂા. 12,50,000નો ચેક ફરિયાદી કંપની જોગનો ચેક ઈસ્યુ કરી આપી સહી કરી આપી ચેક પાસ થઈ જવા અને પરત નહીં ફરે અને લેણુ વસુલાઈ જશે તેવા આપેલ વચન શબ્દોના ભરોસે સ્વીકારેલ ચેક ફરિયાદીએ રાજકોટ મુકામેની તેઓની બેંકમાં ચેક રજૂ રાખતા ચેક પાસ થયેલ નહીં અને ચેક રિટર્ન થતાં તે અન્વયે આરોપીને લેણાની માગણી નોટીસ આપવામાં આવેલ, જે નોટીસ બજી જવા છતાં ફરિયાદીનું કાયદેસરનું લેણુ અદા ન કરી પ્રથમથી જ ફરિયાદીનું લેણુ ડુબાડવાનો બદઆશય ધારણ કરી આપીએ ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયે ગંભીર પ્રકારનો ગુનો કરેલ હોવાથી આરોપી વિરુદ્ધ ચેક રિટર્ન સંબંધે અદાલતમાં ફરિયાદ દાખલ કરી રજૂઆત કરવામાં આવેલ કે રેકર્ડ પરની હકીકતોથી સ્પષ્ટ ફલિત થાય છે કે આરોપીએ ફરિયાદી પાસેથી લીધેલ રકમ અદા કરવા ચેક આપી, તે ચેક પાસ થવા ન દઈ આરોપીએ ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે, જે રજૂઆતો ધ્યાને લઈ યુનિક એસોસિયેટ્સ, હાર્દીક મહેતા, ઉર્વી મહેતાનાઓને અદાલતમાં હાજર થવા સમન્સ ઈસ્યુ કરતો હુકમ ફરમાવવામાં આવેલ.
ઉપરોક્ત કામમાં ફરિયાદી શ્યામ વિકાણી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, ચેતન ચોવટીયા, પાર્થ સંઘાણી, જસ્મીન દુધાગરા, જય પીઠવા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, ભાવીન ખુંટ, જયમલ મકવાણા રોકાયેલા હતા.