જૂનાગઢ મુલાકાત સમયે કેન્દ્રીય કૃષિ મંત્રીએ સિંહ દર્શન કર્યા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આજરોજ જૂનાગઢની મુલાકાતે છે. એ સમયે આજે સાસણ ગીરના દેવળીયા સફારી પાર્કની મુલાકાત લીધી અને જીપ્સીમાં સફારી માણીને સિંહ દર્શન કર્યા હતા. તેની સાથે સાસણ અધિકરીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ પણ કરી હતી અને વ્રુક્ષા રોપણ પણ કર્યું હતું.
ચોમાસાની ઋતુમાં ચાર મહિના ગીર અભ્યારણ બંધ હોઈ છે ત્યારે સાસણ નજીક આવેલ દેવળીયા સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લો રાખવામાં આવે છે. ત્યારે આજે કેન્દ્રીય કૃષિ મંત્રીએ દેવળીયા સફારી પાર્કની મુલાકાત લઈને જીપ્સી સફારી કરી હતી અને દેવળીયા પાર્કમાં સિંહ દર્શન કરી ખુશી વ્યક્ત કરી હતી તેની સાથે એક પેડ માં કે નામ અંતગેત વ્રુક્ષા રોપણ કર્યું હતું અને એશિયાટિક સિંહ અને ગીર જંગલોના અભ્યારણો વિષે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા વિચારણા કરીને ગીર વિષે જાણકારી મેળવી હતી. જયારે કૃષિ મંત્રી બપોરે 3 વાગ્યે જૂનાગઢ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ખાતે પધારશે. મગફળી સંશોધન અંગેની ટેકનોલોજી ઈક્વિપમેન્ટ બ્લોક નિહાળી અહીં આઈ.સી.એ.આર. આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરશે. આ ઉપરાંત જિલ્લાની સખી મંડળ અને સ્વસહાય જૂથની વિવિધ આર્થિક ઉપાર્જન, મહિલા સશક્તિકરણની પ્રવૃત્તિના ભાગરૂૂપે લખપતિ દીદી બહેનો સાથે પણ સંવાદ કરશે.