ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમગ્ર યુવાધન જ્યારે આંધળુકિયું પશ્ર્ચિમીકરણ કરી સેલિબ્રેશનના નામે આપણી સંસ્કૃતિને લજવતું જોરશોર સાઉન્ડ સાથે કઢંગી હાલતમાં ડાન્સના નામે ઉછળકૂદ કરી રહ્યું હતું ત્યારે સંત અને સૂરાની ધરા સૌરાષ્ટ્રનું હૃદય એવા રાજકોટ શહેરની ભાગોળે સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવિરત સાપ્તાહિક સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો. રાજકોટના સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 30-12થી 5-1-2025 સુધી જરૂરિયાતમંદ લોકોને ધાબળા વિતરણ કરી જીવ થીજી જાય તેવી ઠંડીમાં સંજીવનીરૂપી હુંફ આપી આજની યુવા પેઢીને આપણી સંત અને સૂરાના સેવાકીય ઈતિહાસનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સૌ પ્રથમવાર લાઈવ જરૂરિયાતમંદ લોકોને રાજકોટ શહેરના ખૂણે-ખૂણેથી શોધીને ધાબળા પૂરા પાડવા માટે ટ્રસ્ટીઓ પાર્થરાજસિંહ ચૌહાણ, રવિ પાંચોટિયા, હાર્દિક ડોડીયા, જલાધી ઝવેરી, હાર્દિક ગજેરા તેમજ સેવા સહકાર ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સહકારી કાર્યકરોએ ઝુંપેશ ઉપાડી છે.



