સોશિયલ મીડિયા પર તમામ યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદ ઈબ્રાહિમને કરાચીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કોઈ અજાણ્યા શખ્સે તેને ઝેર આપ્યું છે.
મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદને કરાચીમાં ઝેર આપવામાં આવ્યું છે. ત્યાર બાદ તેમને હોસ્પિટમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ ગંભીર જણાવવામાં આવી રહી છે. જોકે તેને લઈને હજુ સુધી કોઈ પુષ્ટી સામે નથી આવી.
- Advertisement -
સોશિયલ મીડિયા પર યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે દાઉદ ઈબ્રાહિમને કરાચીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દાવો છે કે કોઈ અજાણ્યા શખ્સે તેને ઝેર આપી દીધુ છે. તેના કારણે દાઉદને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કડક સુરક્ષા વચ્ચે હોસ્પિટલમાં દાખલ
દાઉદના ગેંગના પૂર્વ સદસ્યએ પુષ્ટિ કરતા જણાવ્યું કે દાઉદ ગંભીર બીમારીના કારણે કરાચીની હોસ્પિટલમાં રાખલ છે. બે દિવસ પહેલા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને કડક સુરક્ષામાં રાખવામાં આવ્યો છે અને જે ફ્લોર પર તે એડમિટ છે ત્યાં કોઈને પણ આવવા જવાની પરવાનગી નથી. ફક્ત અમુક અધિકારીઓ અને પરિવારના લોકો જ અહીં જઈ શકે છે.
ઝેર આપ્યુ હોવાની પુષ્ટિ હજુ સુધી નથી થઈ. જોકે જણાવવામાં આવી રહ્યું છે કે મુંબઈ પોલીસના અધિકારી દાઉદના નજીકના સગા સંબંધીઓ પાસેથી પણ તેના વિશે જાણકારી લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
- Advertisement -
પાકિસ્તાની મીડિયામાં પણ ચર્ચા
પાકિસ્તાની મીડિયાએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ ચર્ચાઓનો હવાલો આપતા કહ્યું કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને લઈને અફવાહ ફેલાઈ રહી છે. જેને કથિત રીતે ગંભીર ચિકિત્સા સ્થિતિ બાદ પાકિસ્તાનના કરાચીમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અપુષ્ટ રિપોર્ટમાં તેનું કારણ ઝેર જણાવવામાં આવી રહ્યું છે.65 વર્ષીય ભાગેડુ દુનિયાભરની કાયદાકીય પ્રવર્તન એજન્સીઓથી બચવા માટે ઘણા વર્ષોથી કરાંચીમાં રહી રહ્યા છે.