ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ ’સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના તમામ મ્યુઝિયમ, હેરિટેજ બિલ્ડિંગ, મહાપુરુષોની પ્રતિમા, નદી, તળાવ, સમુદ્ર કિનારાની સફાઇ, ધાર્મિક સ્થળોની સફાઈ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરુપે યાત્રાધામ તુલસીશ્યામ મંદિરની તેમજ પરિસરમાં અને મંદિરની આસપાસની સફાઈ માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ બંને કચેરીના અને મંદિર ટ્રસ્ટના સ્ટાફ, મંદિરના સેવકો, સ્થાનિક નાગરિકો તેમજ સફાઈ કર્મચારીઓએ સાથે મળીને આ મંદિર ફરતે સફાઈ કામગીરી કરી હતી. સફાઈ અભિયાન અંતર્ગત મંદિરની આસપાસ રહેલા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવશે.