ખાસ-ખબર સંવાદદાતા
વિકસિત ભારતની કલ્પનાને ચરિતાર્થ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વડપણ હેઠળની રાજય સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓની માહિતી અને લાભો દરેક ઘર સુધી પહોંચાડવાનાં હેતુથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.28/11/2023થી તા.15/12/2023 સુધી દરેક વોર્ડમાં બે જુદા જુદા રૂટ પર સવાર અને બપોર બાદ આ યાત્રા દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવશે. જે અંતર્ગત તા.28/11ના રોજ સવારના 9:30 કલાકે, વોર્ડ નં.-3, શાળા નં.-98, સંતોષીનગર પ્રાથમિક શાળા, રેલનગર ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. જ્યારે બપોર બાદ 3:30 કલાકે વોર્ડ નં.-3, માધાપર તાલુકા શાળા, માધાપર ખાતે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહ્યા હતા. આ વોર્ડમાં યોજાયેલા ઉપરોક્ત બંને યોજનાકીય કેમ્પમાં સરકારની જનહિતની વિવિધ યોજનાઓનો કુલ 2397 લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં શાળા નં.98, સંતોષીનગર પ્રાથમિક શાળા, રેલનગર ખાતેના કેમ્પમાં 1,223 લોકોને અને માધાપર તાલુકા શાળા, માધાપર ખાતેના કેમ્પમાં 1,174 નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ પ્રાપ્ત થયો હતો. આમ, વોર્ડ નં.-3માં યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અને યોજનાકિય કેમ્પનો કુલ 2397 લાભાર્થીઓએ વિવિધ યોજનાઓનો લાભ લીધેલ હતો.