એસ્ટ્રોન ચોકથી હેમુ ગઢવી હોલ સુધીના વિસ્તારમાં ફોગિંગની કામગીરી કરવામાં આવી
ખાસ-ખબર સંવાદદાતા
2જી ઓકટોબર મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિતે શ્રદ્વાજંલી આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીના કરવામાં આવે તે તેમજ આ દિવસને સ્વચ્છ ભારત દિવસ(જજઉ) તરીકે ઉજવવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0અંતર્ગત શહેરના વોર્ડ નં.1 થી 18માં વન-ડે, વન-વોર્ડ મુજબ સફાઇ મહાઝુંબેશ તા.27/12/2023 થી તા.01/04/2024 સુધી હાથ ધરવામાં આવશે. જે અંતર્ગત તા.04/01/2024ના રોજ વોર્ડ નં.7માં નિર્મળ ગુજરાત-2.0 અંતર્ગત સફાઈ મહાઝુંબેશ યોજવામાં આવી હતી. આ સફાઈ મહાઝુંબેશમાં 155 ટન ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
વોર્ડ નં.7માં સફાઈ મહાઝુંબેશમાં મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, વીરેન્દ્રસિંહ ઝાલા, ડો. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, સેનિટેશન સમિતિ ચેરમેન નીલેશભાઈ જલુ, શહેર ભાજપ મંત્રી રાજદીપસિંહ જાડેજા, ભરતભાઈ શીંગાળા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, જયશ્રીબેન ચાવડા, વર્ષાબેન પાંધી, વોર્ડ પ્રભારી શૈલેષભાઈ હાપલીયા, વોર્ડ પ્રમુખ કૌશિકભાઈ ચાવડા, વોર્ડ મહામંત્રી વિશાલભાઈ માંડલિયા, દીપકભાઈ પારેખ, શહેર મહિલા પ્રભારી અરુણાબેન આડેસરા, શહેર ભાજપ ઉપપ્રમુખ મહેશભાઈ રાઠોડ, હિતેશભાઈ ઢોલરીયા, પૂજાબેન પટેલ, કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયુરભાઈ હેરભા, બક્ષીપંચ ઉપપ્રમુખ સંદીપભાઈ ડોડીયા, લધુમતી સેલ ઉપપ્રમુખ શાહનવાઝભાઈ હુસેન, શહેર યુવા મોરચા મહામંત્રી સહદેવભાઈ ચાવડા, અગ્રણી પ્રવીણભાઈ ચાવડા, કિરીટભાઈ ગોહેલ, નારણભાઈ ડાભી, નિલેશભાઈ સોલંકી, હિતેશભાઈ બદીયાણી, નીતિનભાઈ જરીયા, કમલેશભાઈ હિંડોચા, નિશાબેન રાણપરા અને વોર્ડ નં.7નાં તમામ મોરચાના ભાઈઓ તથા બહેનો તેમજ તમામ હોદેદાર, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર વલ્લભ જીંજાળા, વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર, સફાઈ કામદારો જોડાયા હતા.
વોર્ડ નં.7માં વોર્ડ ઓફિસ એસ્ટ્રોન ચોકથી હેમુગઢવી હોલ, મોદી સ્કૂલથી લક્ષ્મીનગર અન્ડરબ્રિજ, ઉદ્યોગનગર, જયુબેલી શાક માર્કેટ, સ્મશાન રોડ વિગેરે વિસ્તારમાંથી 155 ટન જેટલા ઘન કચરાના જથ્થાનો નિકાલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિજય પ્લોટ અને એસ્ટ્રોન ચોક પાસે વોકળા સફાઈની કામગીરી પણ કરવામાં આવેલ. કુલ-360 સફાઈ કર્મચારીઓ, 03 ઉંઈઇ, 04 ડમ્પર, 05 ટ્રેક્ટર દ્વારા કામગીરી કરવામાં આવી હતી. આ વોર્ડના એસ્ટ્રોન ચોક વોંકળા સહીત વિવિધ વિસ્તારના ખાડામાં ખકઘ છંટકાવની કામગીરી કરવામાં આવેલ. આ જ વોર્ડમાં શ્રી અજીત એપાર્ટમેન્ટ, રામકૃષ્ણનગર વેસ્ટ, સહકારનગર વેસ્ટ, સર્વોદય સોસાયટી વિસ્તારમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. સરદારનગર વેસ્ટ, રામકૃષ્ણનગર વેસ્ટ, સર્વોદય સોસાયટી, આલાભાઈનો ભઠ્ઠો વિગેરે વિસ્તારના ઘરમાં મચ્છરના પોરા નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. 13 સ્થળોએ ગપ્પી માછલીનું વિતરણ કરવામાં આવી હતી. આ જ વોર્ડના વોર્ડ ઓફિસ ખાતે, સરદારનગર વેસ્ટ, રામકૃષ્ણનગર, સર્વોદય સોસાયટીના વિસ્તારમાં જન જાગૃતિ માટે પત્રિકા વિતરણની કામગીરી આપવામાં આવી. ઉપરાંત આઉટડોર વાહન મારફત પણ ફોગીંગ કરવામાં આવી હતી. બાંધકામ શાખા દ્વારા આ વોર્ડના રેલ્વે ટ્રેક પાસેના વિસ્તારમાં 08 નંગ સ્ક્રીન ચેમ્બરની સફાઇની કામગીરી કરવામાં આવી હતી. ગાર્ડન શાખા દ્વારા આ વોર્ડના વિવિધ વિસ્તારમાંથી 02 ટ્રેક્ટર મારફત ઝાડ-પાન તથા ડાળીઓના કચરાનો નિકાલ કરવામાં આવેલ તેમજ આ જ વોર્ડના જયુબેલી વિસ્તાર, એસ્ટ્રોન ચોક અને ઝાંસીની રાણી સર્કલ પાસે એમ કુલ 10 ખુલ્લા પ્લોટમાં વૃક્ષારોપણ કરવામાં
આવી હતી.