સ્વયં વડાપ્રધાન મોદીએ પણ હિલસ્ટેશન્સ પર થતી ભીડ અંગે ચિંતા વ્યક્ત કરી
સાસણ ગીરથી લઈ શિમલા, મનાલી, મસુરી, કાશ્મીર, નૈનિતાલ જેવા પર્યટન સ્થળોએ લોકો ભાન ભૂલીને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગ વગર મહાલી રહ્યાં છે
- Advertisement -
શિમલાનું બિહામણું દ્રશ્ય
કોરોનાની પ્રથમ લહેર પછી આવી જ બેદરકારીને લીધે ભયાનક બીજી લહેર આવી હતી : લોકો સ્વયં ભીડથી બચે અને પર્યટન વગેરે ટાળે એ જ એકમાત્ર રસ્તો
મસુરીનાં કેમ્પ્ટી ફૉલ પર બેફિકર ભીડ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂર્વોત્તરના રાજ્યોમાં કોરોનાની સ્થિત પર ચર્ચા કરી. આ દરમિયાન આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેધાલય, સિક્કિમ, ત્રિપુરા અને નાગલેન્ડના મુખ્યમંત્રી હાજર રહ્યાં હતા. તેમને મોદીએ કહ્યું કે હિલ સ્ટેશન, માર્કેટમાં માસ્ક પહેર્યા વગર અને પ્રોટોકોલ વગર ભારે ભીડ એકત્રિત થાય તે યોગ્ય નથી. આ બાબત આપણા માટે ચિંતાનો વિષય છે.
તેમણે કહ્યું કે કેટલાક લોકો જાહેરમાં કહે છે કે ત્રીજી લહેર આવતા પહેલા એન્જોય કરવા માંગે છે. લોકોએ સમજવુ પડશે કે ત્રીજી લહેર તેની જાતે નહિ આવે. સવાલ થવો જોઈએ કે તેને કઈ રીતે રોકી શકાય? પ્રોટોકોલનું કઈ રીતે પાલન કરવાનુ છે? કોરોના તેની જાતે આવતો નથી, કોઈ જઈને લઈ આવે તો જ આવે છે. આપણે સાવધાની રાખીશું, તો જ તેને રોકી શકીશું.
પીએમ મોદીએ કહ્યું કે, એ સાચું છે કે કોરોનાના કારણે ટૂરિઝ્મ, વેપાર-ધંધા ઘણા જ પ્રભાવિત થયા, પરંતુ આજે હું ભાર આપીને કહીશ કે હિલ સ્ટેશન્સમાં, માર્કેટ્સમાં માસ્ક પહેર્યા વગર, ભારે ભીડ ભેગી થવી યોગ્ય નથી.