આજે AAPના ઈસુદાન ગઢવીની મનપા ચૂંટણીલક્ષી બેઠક યોજાઇ
INDI ગઠબંધનની વાત અત્યારે ઉચિત નથી, સમય આવ્યે જાહેર થશે: ગઢવી
- Advertisement -
મહાનગરપાલિકા ચૂંટણીમાં ગઠબંધનનો નિર્ણય મોવડી મંડળ લેશે: કૉંગ્રેસ પ્રમુખ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
જૂનાગઢ મહાનગર પાલિકા ચૂંટણી માટે 31 જુલાઈ 2024ના રોજ મુદત પૂર્ણ થાય છે ત્યારે હજુ સુધી કોઈ ચૂંટણીની તારીખો જાહેરા થઇ નથી અને કોઈ અણસાર પણ જોવા નથી મળતા એવા સમયે ભાજપ – કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢ કોર્પોરેશન ચૂંટણીને ધ્યાને રાખીને ત્રણેય પક્ષે કવાયત શરુ કરી દીધી છે.ત્યારે હજુ ચૂંટણીના હજુ ઠેકાણા નથી પણ ચૂંટણી લાડવા ઇછુક ઉમેદવારો અત્યારથી દોડધામ શરુ કરી છે.અને ભાજપ , કોંગ્રેસ અને આપ પાર્ટીએ પણ જૂનાગઢ મનપા કબ્જે કરવા અત્યારથી તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.જોઈએ ક્યારે હવે બક્ષીપંચ અનામત મુદ્દે સરકાર શું નિર્ણય લે છે.અને ક્યારે ચૂંટણી યોજાશે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આપ સાથે અન્ય સાથી પક્ષો દ્વારા ઇન્ડિયા ગઠબંધન સાથે ચૂંટણી લડયા હતા.જયારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાતમાં મુખ્ય ત્રણ પક્ષો ચૂંટણી મેદાનમાં ઉતરે છે જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જંગ જોવા મળે છે હવે જયારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં જો ગઠબંધન ન થાય તો ફાયદો કોને અને જો થાય તો જેતે મત ક્ષેત્રમાં આપ અને કોંગ્રેસ આગેવાનો કાર્યકરો જે રીતે ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે.
- Advertisement -
તો ક્યાં વોર્ડમાં કોને ટિકિટ ફાળે જાય તે પણ એક કાર્યકરોમાં ચર્ચાનો દોર શરુ થયો છે.તેમજ કોંગ્રેસ અને આપ અલગ અલગ રીતે ચૂંટણી લડેતો ભાજપને સીધો ફાયદો થાય તેવું ચૂંટણી વિશેષ તજજ્ઞો માની રહ્યા છે. ગુજરાતમાં આગામી ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત.પાલિકા અને મહા પાલિકા સાથે વિસાવદર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે જેના અનુસંધાને આજે આપના નેતા ઈસુદાન ગઢવી જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે શહેર અને જિલ્લાના આગેવાનો કાર્યકરો સાથે એક બેઠક યોજી હતી જેમાં ભાજપ ઉપર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, જે રીતે અયોધ્યા બેઠક પર જે રીતે ભાજપને જાકારો મળ્યો છે.ત્યારે હવે સમગ્ર ગુજરાત માંથી ભાજપને જાકરો મળશે તેવા પ્રહારો કર્યા હતા તેની સાથે જૂનાગઢ મહાનગર પાલિકાની ચૂંટણી મુદ્દે ઈંગઉઈંઅ ગઠબંધનનો પ્રશ્ર્ન પૂછતાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અત્યારે ગઠબંધન મુદ્દે ચર્ચા કરવી તે ઉચિત નથી સમય આવશે એટલે જાહેર કરવામાં આવશે.
જૂનાગઢ કૉંગ્રેસ પ્રમુખ મનોજ જોશીનું ચૂંટણી અનુસંધાને કથન
જૂનાગઢ મહાનગર પાલિકાના શાશન આગામી તા.31 જુલાઈના રોજ પૂર્ણ થાય છે એવા સમયે ગમે ત્યારે મનપા ચૂંટણી યોજાય શકે તેવી શક્યતા વચ્ચે જૂનાગઢ મહાનગર કોંગ્રેસના પ્રમુખ મનોજ જોશીએ ખાસ ખબર સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મહાનગર પાલિકા ચૂંટણીમાં ઈંગઉઈંઅ ગઠબંધન સાથે ચૂંટણી લડે તેવા સંકેત 99 ટકા જોવા મળી રહ્યા છે. જેમાં તાજેતરમાં હીરાભાઈ જોટવાના આભાર દર્શન કાર્યક્રમમાં કોંગ્રેસ અને આપના આગેવાનો કાર્યકરો સાથે રહ્યા હતા ત્યારે હવે જૂનાગઢ મનપા ચૂંટણી યોજાશે તેમાં ઈંગઉઈંઅ ગઠબંધન સાથે ચૂંટણી યોજાય કે નહિ તેના માટે વધુ નિર્ણય કોંગ્રેસ મોવડી મંડળના હાથમાં છે.તેમ જણાવ્યું હતું.