જૂની ઘરેડને બદલવાની યુજીસીની શરૂઆત
ચાર વર્ષના ગ્રેજયુએશન કોર્સ કરનાર સ્ટુડન્ટસને તમામ વિકલ્પ મળશે. યુજીસી ડીગ્રી કોર્સ ઓછા સમયમાં કરવાનો વિકલ્પ આપવા જઈ રહ્યું છે, સાથે સાથે ડિગ્રી પુરી કરવાનો સમય પણ એક વર્ષ વધારવામાં આવ્યો છે.
- Advertisement -
આ બાબતે યુજીસીના અધ્યક્ષ પ્રો. એમ.જગદીશકુમારે જણાવ્યું હતું કે કમિશન ત્વરીત ડિગ્રી પ્રોગ્રામનો વિકલ્પ શોધી રહ્યું છે. જયારે સ્ટાન્ડર્ડ ત્રણ વર્ષની ડિગ્રીને ચાર વર્ષ કે ચાર વર્ષની ડિગ્રીને પાંચ વર્ષ સુધી વધારવાનો વિકલ્પ પણ આપવા જઈ રહ્યું છે. ત્રણ વર્ષના ડિગ્રી કોર્સમાં એડમીશન મેળવનારાઓને પણ ચાર વર્ષનો કોર્સ કરવાનો મોકો મળશે.
જે છાત્રો રિસર્ચ ઈન્ટર્નશીપ કરે છે અને પોતાનો કોર્સ પુરો કરવાની સમય સીમા વધારવા ઈચ્છે છે, તેમને પણ આ મોકો આપવામાં આવશે. તેમનું કહેવું છે કે યુજીસીને વિશ્વાસ છે કે ચાર વર્ષના યુજી પ્રોગ્રામ ભારતીય ઉચ્ચ શિક્ષણમાં નવું ધોરણ બની જશે.
આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઈપી 2020)ના વિઝનને દર્શાવે છે અને છાત્રોને અનેક ફાયદો આપે છે. ચાર વર્ષના કોર્સમાં રિસર્ચના વધુ અવસર, ઈન્ટર્નશીપ, કોર્સના વધુ વિકલ્પ, પીએચડીમાં સીધા પ્રવેશની તક મળે છે. આ ઉપરાંત પહેલી વાર એક વર્ષનો માસ્ટર ડિગ્રી પ્રોગ્રામ લાવવામાં આવી રહ્યો છે, જે ચાર વર્ષના ગ્રેજયુએશન બાદ કરાશે. છાત્ર હવે માસ્ટર પ્રોગ્રામમાં સરળતાથી બીજી સ્ટ્રીમમાં જઈ શકશે.
- Advertisement -
જૂની ઘરેડને બદલવાની શરૂઆત: હવે યુનિવર્સિટીઓ ઈચ્છવા છતાં પણ જૂની ઘરેડ પર નહી ચાલી શકે. કારણ કે સ્પર્ધાના આ દોરમાં છાત્રોને જયાં વધુ તક મળશે, તે યુનિવર્સિટીઝની ડિમાન્ડ વધશે.