ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
વિધાનસભા-68, 2ાજકોટ (પૂર્વ)ના ધા2ાસભ્ય ઉદય કાનગડએ આજથી ધો.10 અને ધો.12ની પ2ીક્ષાઓ ચાલુ થઈ રહી છે ત્યા2ે તમામ પરિક્ષા ર્થીઓને ઉજજવળ ભાવિની શુભેચ્છા પાઠવતા જણાવેલ છે કે ધો. 10 અને ધો.12 એ કા2કીર્દીના માઈલસ્ટોન સમાન વર્ષ છે, ત્યા2ે ગોખણીયા જ્ઞાનની બદલે સખત મહેનત અને વિષય પ2ત્વેનું તલસ્પર્શી જ્ઞાન જ વિદ્યાર્થીને પરિક્ષાના સર્વશ્રેષ્ઠ દેખાવ કરવામાં કામ આવે છે. કોઈ એક પેપરમાં જો અપેક્ષા મુજબ દેખાવ ન ક2ી શકીએ તો જ2ાય હિંમત હાર્યા વગ2 બીજા પેપ2ની પૂ2ી તૈયા2ી ક2ી આત્મવિશ્ર્વાસ સાથે પરીક્ષા રણભુમિમાં આપણે સર્વોતમ દેખાવ ક2ીને ઉત્કૃષ્ઠ દેખાવ કરવાનો છે. કારણ કે કોઈ એક નબળુ પેપર કે નબળો દિવસ એ આખરી પરીણામ નથી માત્ર એક સ્પીડબ્રેકર છે.
- Advertisement -
દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ દ્વારા દ2ેક વિદ્યાર્થીને સફળતાનો મંત્ર આપ્યો છે ત્યારે દરેક વિદ્યાર્થી અનન્ય છે, કોઈની સરખામણી અન્ય સાથે થઈ ન શકે. તમા2ી જિંદગી, તમારૂ ભવિષ્ય અને તમા2ી ખુશી તમારા માતા-પિતા, પરિવારજનો માટે સૌથી મહત્વની છે. કેટલુ વાંચ્યુ અને કરતા કેટલુ યાદ રહયું એ વધારે મહત્વનું છે. પરીક્ષાના સમયે વાંચન ઓછુ અને મનન વધા2ે કરો. લેખનનો મહાવરો કરો, સમયાંતરે હળવો, પૌષ્ટીક આહાર, પૂરતી ઉંઘ, હળવો વ્યાયામ કરો અને સ્વસ્થ ચિતે પુરી એકાગ્રતાથી પરીક્ષા ખંડમાં પેપર લખો. પરીણામની ચિંતા ર્ક્યા વગર શ્રેષ્ઠ દેખાવ, તેમજ ધો. 10 અને ધો. 12ના તમામ વિદ્યાર્થીઓપરીક્ષામાં ઉજજવળ દેખાવ કરી આગામી વર્ષોમાં દેશ, દુનિયા અને પોતાના ગામ-શહેરનું નામ રોશન કરી દેશની વિકાસગાથામાં સહભાગી બને એમ અંતમાં ધો.10 અને ધો.12ના તમામ પરીક્ષાની ઉજજવળ ભાવિની શુભેચ્છા પાઠવતા ઉદય કાનગડએ જણાવ્યું હતું.