ઉત્તરાખંડમાં જલ્દી જ કોમન સિવિલ કોડ લાગુ થઇ શકે છે. ગત રાત્રે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહની સાથે ઉત્તરાખંડ યૂસીસી ડ્રાફ્ટિંગ કમીટીના સદસ્યોની બેઠક યોજાઇ હતી. બેઠકમાં યૂસીસીની ફાઇનલ રિપોર્ટ અમે તેને લાગુ કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. તે સિવાય બુધવારના ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીએ અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
ઉત્તરાખંડ યૂસીસી ડ્રાફ્ટિંગ કમીટીનો રિપોર્ટ અગાઉના 15 દિવસ પહેલા જ સોંપવામાં આવી શકે છે, ત્યાર બાદ તેને વિધાનસભામાં રાખવામાં આવશે અને કાનૂન બનાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવશે. ઉત્તરાખંડના પ્રયોગ પછી જ દેશમાં કોમન સિવિલ કોડ લાગુ થઇ શકે છે.
- Advertisement -
અમિત શાહ ઉત્તરાખંડના પ્રવાસે જશે
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 7 ઓક્ટોમ્બરના ઉત્તરાખંડના પ્રવાસે જશે. બીજેપીના ઉત્તરાખંડના મીડિયા પ્રભારી મનવીર ચૌહાણે જણાવ્યું કે, કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ 7 ઓક્ટોમ્બરના સાંજે 5 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી રાજ્ય મુખ્યાલયમાં રહેશે. આ દરમ્યાન તેઓ સંગઠનના પદાધિકારીઓ સાથે ત્રણ બેઠટ કરશે, જેમાં ચુંટણીની તૈયારી અને રણનીતિ પર ચર્ચા થશે.
સમીતિનો કાર્યકાળ ત્રીજી વખત વધારવામાં આવશે
ઉત્તરાખંડ સરકાર લગભગ બે અઠવાડિયા પહેલા યૂસીસીનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે સંગઠિત વિશેષજ્ઞ સમિતિનો કાર્યકાળ ત્રીજી વખત વધાર્યો હતો. સમિતિનો કાર્યકાળ 27 સપ્ટેમ્બરના પૂર્ણ થઇ ગયો હતો. ઉત્તરાખંડમાં સમાન નાગરિક સંહિતાના ડ્રાફ્ટ તૈયાર કરવા માટે 5 સદસ્યોની પેનલે પણ સરકારને અત્યાર સુધી રિપોર્ટ સોંપી નથી.
આ પહેલા 30 જુનના સમિતિની મુખ્ય અને સુપ્રિમ કોર્ટની પૂર્વ ન્યાયધીશ રંજના પ્રકાશ દેસાઇએ જણાવ્યું કે ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. વિશેષજ્ઞ સમિતિની રિપોર્ટ જલ્દી જ ઉત્તરાખંડ સરકારને સોંપવામાં આવશે. ગયા વર્ષ 27 મેના રોજ ઉત્તરાખંડ સરકારને યૂસીસીને લઇને પાંચ સભ્યોની વિશેષજ્ઞ સમિતિ બનાવી હતી.