બોરનો સામાન ભરી ટ્રક પડધરીથી ગોંડલ તરફ જતો હતો : મૃતકના પરિવારમાં શોક
ચાર કલાકની જહેમત બાદ મૃતદેહ ક્રેઈનની મદદથી બહાર કાઢ્યા : શાપર પોલીસે ગુનો નોંધી ડ્રાયવરની શોધખોળ હાથ ધરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના નવા રિંગ રોડ ઉપર કોરાટ ચોકડીએ આડા બોર કરવાની મશીનરી ભરી ગોંડલ તરફ જતું ક્ધટેનર ટ્રક ઓવરલોડ સામાનને લીધે અચાનક પલ્ટી મારી જતા તેમાં બે બેઠેલા બે યુવાન શ્રમિકના મોત નીપજ્યા હતા મૂળ મધ્યપ્રદેશના વતની બંને મૃતક ક્ધટેનરમાં અંદર બેઠા હોય પલ્ટી મારી જતા મશીનરીની નીચે દબાઈ ગયા હતા બનાવની જાણ થતા 108, શાપર પોલીસ, મામલતદાર તથા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો હતો અને 4 કલાકની જહેમત બાદ ફસાયેલાં મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી ક્રેઈનની મદદથી ક્ધટેનર સીધું કરાયું હતું શાપર પોલીસે નાસી છૂટેલા ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે સાંજે આડા બોર કરવાનો સામાન ભરી ક્ધટેનર ગોંડલ તરફ જતું હતું ત્યારે કોરાટ ચોકડી પાસે કોઈ કારણોસર ક્ધટેનર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો બનાવની જાણ થતા ફાયર બ્રિગેડ, 108, શાપર પોલીસ સહિતનો કાફલો દોડી ગયો હતો ક્ધટેનરની અંદરથી ત્રણ લોકોને બચાવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા બે વ્યક્તિ ક્ધટેનરની નીચે દબાયેલા હતા.
તેને ક્રેઇનની મદદથી ક્ધટેનરને ઊંચું કરીને બે વ્યક્તિઓના મૃતદેહ બહાર કાઢેલ હતા. ફાયર બ્રિગેડની શબવાહિની મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા અહીં ડોક્ટરે બંનેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા પ્રાથમિક તપાસમાં બંને મૃતક મૂળ એમપીના અને હાલ ગોંડલ રહેતા સુરેન્દ્ર વિજયભાઈ આદિવાસી ઉ.19 અને અજય આદિવાસી ઉ.29 હોવાનું જાણવા મળ્યું હતું બનાવ અંગે મોડી રાત્રે મૂળ મધ્યપ્રદેશના ગ્વાલીયર જિલ્લાના મોના તાલુકાનું ચરાઈ શ્યામપુર ગામના વતની અને હાલ ગોંડલ રહેતા દીલીપ મુના આદીવાસી ઉ.21એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અમે ત્રણ ભાઈ તથા ત્રણ બહેન છીએ ગઈકાલે પડધરી તાલુકાના હડમતીયા ગામે રેલ્વે સ્ટેશન પાસેથી અમો ટાટા ક્ધટેનર ટ્રક જી.જે 03 બી.ઝેડ-8870 માં આડા દાર કરવા માટેની મશીનરી ભરી ગોંડલ જવા નીકળ્યા હતા આ ક્ધટેનર ઉર્વીશભાઈ સંજયભાઈ દાતલા ચલાવતા હતા તેની સાથે હું તથા સાહીલભાઇ બન્ને આગળ કેબીનમાં બેઠા હતા મારા પિતા મુનાભાઈ તથા મારા મામા પપ્પુભાઇ તથા અમારા ભાણેજ સુરેન્દર તથા અજય આ ચારેય જણા ક્ધટેનરની અંદર મશીનરી સાથે બેઠા હતા સાંજે કોરાટ ચોક પહેલા નયારા પેટ્રોલ પંપ પાસે પહોંચતા અચાનક ક્ધટેનર પલ્ટી મારી જતા રોડ પરથી નીચે ખેતરમાં પડી ગયું હતું જેમા હું તથા ડ્રાઇવર ઉર્વીશભાઈ તથા સાહીલભાઇ આગળ કેબીનમાં બેઠા હોઇ અમે હેમખેમ બહાર નીકળી ગયા હતા પાછળનો દરવાજો ખોલી મારા પિતા મુના તથા પપ્પુભાઈને બહાર કાઢ્યા હતા જ્યારે સુરેન્દર તથા અજય બન્ને ક્ધટેનરમાં ભરેલ મશીનરીમાં દબાઇ ગયા હતા મારા પિતા મુનાભાઈને, મામા પપ્પુભાઈને ઈજા થવાથી લોહી નીકળતું હતું. થોડીવારમાં ત્યા ઘણા લોકો એકઠા થઇ ગયા હતા બાદમાં ત્યા 108 એમ્બ્યુલન્સ આવતા હું તથા મારા પિતા તથા મારા મામા ત્રણેય સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે ગયા હતા બાદમાં અમને જાણવા મળ્યું હતું કે સુરેન્દ્ર તથા અજય બન્ને દબાઇ ગયા હોવાથી બંનેને બહાર કાઢી એમ્બયુલન્સમાં રાજકોટ સરકારી હોસ્પિટલ લાવતા ડોકટરે મૃત જાહેર કર્યાં હતા બનાવ અંગે વતનમાં બંનેના પરિવારને જાણ કરી હતી.
શાપર પોલીસે ટ્રક ક્ધટેનર ચાલક સામે ફરિયાદ નોંધી બંને મૃતદેહ પીએમ. માટે ખસેડ્યા હતા ઓવરલોડ ટ્રકનું ટાયર રોડ નીચે ઉતરી જતા કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે મૃતક સુરેન્દ્ર અપરણિત હતો. જ્યારે અજયને સંતાનમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. સંતાનો અને પરિવાર મધ્યપ્રદેશના વિજયપુર જિલ્લાના એક ગામમાં રહે છે બનાવની જાણ થતા પરિવાર ભાંગી
પડ્યો છે.



