ખાસ-ખબર સંવાદદાતા
અમદાવાદ-રાજકોટ હાઈવે ઉપર બલદાણા ગામના પાટીયા પાસેથી એલ.સી.બી.ની ટીમે રૂા.31લાખથી વધુના અંગ્રજી દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા છે. આ અંગેની વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગર એલ.સી.બી.ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી બલદાણા ગામના પાટીયા પાસેથી પસાર થતા ટ્રકનં. આર.જે 29 જી.એ.8942ની તલાશી લેતા પ્લાસ્ટીકની કોથળીમાં ભરેલ ભુસાની આડમાં જુદીજુદી બ્રાન્ડનો અંગ્રેજી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
- Advertisement -
પોલીસે રૂા.31,48,875ની કિંમતના 8397 બોટલ અંગે્રજી દારૂ ઉપરાંત રૂા.15,00,000ની કિંમતનો ટ્રક, રોકડા રૂા.6780, મોબાઈલ ફોન-4, રાઉટર-1 વિગેરે મળી કુલ રૂા.46,68,655નો મુદામાલ જપ્ત કરી ટ્રકના ડ્રાઈવર હનુમાન રામ વિરમારામ તથા કલીનર ટીકમારામ ભીયારામની અટક કરી પુછપરછ કરતા રામરામ ચૌધરી નામના હરીયાણાના શખ્સે દારૂનો જથ્થો ભરાવ્યો હોવાનું કબુલ્યુ હતુ. પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરેલ છે.