સિવિલમાં ચોરી કરતા તત્ત્વો પર ચાંપતી નજર
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ચોરીનાં બનાવો અટકાવવા ખાસ પગલા લેવામા આવી રહ્યાં છે. ત્યાં સિવિલ હોસ્પિટલની સિક્યુરિટીએ બે ચોરને પકડી પાડ્યાં હતા. જૂનાગઢ સિવિલમાં મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવે છે. ત્યાં તેનો લાભ લઇને કેટલાક અસામાજીક પ્રવૃત્તિ કરનાર પણ આવી પહોંચે છે.
- Advertisement -
સિવિલનાં સુપ્રિટેન્ડેટ ડો. સુશીલકુમારનાં માર્ગદર્શનમાં સિક્યુરિટી સ્ટાફ દ્વારા ચાંપતી નજર રાખવાનાં આવી રહી છે. ત્યાં સિવિલમાં શંકાસ્પદ લોકો આંટા મારતા હોવાની બાતમી મળી હતી. જેના પગલે સિક્યુરિટીના ભોલુભાઇ, રફીકભાઇએ બે ચોરને પાંચમાં માળેથી પકડી લીધા હતાં. બાદ બન્નેને પોલીસને સોંપી દેવામાં આવ્યાં હતા.