આફ્રિકાથી રાજકોટ આવેલા બે વ્યક્તિના સેમ્પલ પૂના લેબમાં તકેદારીના ભાગરૂપે મોકલાશે : જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ
ખાસ-ખબર સંવાદદાતા
ઓમિક્રોન વેરિયંટના જોખમ વચ્ચે રાજકોટવાસીઓની ચિંતા વધે તેવી જાણકારી સામે આવી છે. આફ્રિકાથી રાજકોટ આવેલા બે વ્યક્તિઓને પણ ઓમિક્રોન હોવાની આશંકા છે. આ બંને વ્યક્તિનાં સેમ્પલ પુના લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલવામાં આવશે તેમ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Latest News Update મેળવવા જોડાવ અમારા WhatsApp Group સાથે…
- Advertisement -
WHATSAPP – https://chat.whatsapp.com/GcQuGzEposq6yjEPBbSCxu
રાજકોટ જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર છેલ્લા 15 દિવસમાં રાજકોટ ખાતે 174 લોકો વિદેશથી આવ્યા છે. ઓમિક્રોન વેરીયંટને લઈને જે દેશોને હાઈ રીસ્કવાળા જાહેર કરવામાં આવ્યા છે તેવા આફ્રિકા સહિતના 12 દેશમાંથી રાજકોટમાં 17 લોકો આવ્યા છે.
આ 17 લોકોના આરટી-પીસીઆર સહિતના બધા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જો કે આ બધા જ રિપોર્ટ નેગેટીવ છે અને ચિંતાનું કોઈ કારણ નથી. પરંતુ સેફ સાઈડ 2 લોકોના સેમ્પલ પૂના લેબમાં ટેસ્ટ માટે મોકલાશે. જો કે આ બે લોકોને કોરોના પણ નથી અને ઓમિક્રોન પણ નથી. તકેદારીના ભાગરુપે આ નિર્ણય લેવાયો છે.