ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આ ચકચારી કેસની વિગત જોઈએ તો શંકરલાલ કલ્યાણજીભાઈ ભાનુશાલીની માલીકીના સૌરાષ્ટ્ર ઓઈલ કંપનીનું કારખાનુ બળજબરીથી પડાવી લેવા માટે ફરિયાદીને મૃત્યુના ભયમાં મૂકી ગળે છરી રાખી ગુનો કર્યા બાબતની ફરિયાદ આઈ.પી.સી.ની કલમ 387, 504, 506(2), 143, 147, 148, 149 તથા જી.પી.એકટની કલમ 135(1) મુજબની રાજકોટના બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ, જેમાં ઈભલાના ભાઈ સહિતના બે આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે.
- Advertisement -
ફરિયાદી શંકરલાલ કલ્યાણજીભાઈ ભાનુશાલીએ તા. 27-6-2018ના રોજ રાજકોટના બી ડીવીઝન પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવેલી કે પોતે કુવાડવા રોડ પ્લોટ શેરી નં. 10માં સૌરાષ્ટ્ર ઓઈલ મિલનું કારખાનુ ધરાવે છે. ગત તા. 24-6-2018ના રોજ સાંજના સાતેક વાગ્યે ફરિયાદી કારખાનેથી ઘરે જવા નીકળેલ અને કારખાને તાળુ મારતા હતા ત્યારે કારખાના પાસે આવેલ હતા તેમાંથી મોરબી રોડ ઉપર રહેતો ઈબ્રાહીમ (ઉર્ફે ઈભલો) કરીમભાઈ કથરોટીયા તથા તેનો ભાઈ મહેબુબ (ઉર્ફે મેબલો) કરીમભાઈ કથરોટીયા હતા.
ઈભલાએ તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી અને મારા ગળા ઉપર રાખી દીધેલી હતી અને મને કહ્યું કે મને તારુ આ ગોડાઉન ઓઈલનું આપી દે નહીંતર મને તારે રૂપિયા આપવા પડશે અને ધમકી આપેલી કે તું તારુ ગોડાઉન મને નહીં આપે તો હું જાનથી મારી નાખીશ તેમ કહ્યું જેથી ફરિયાદીએ તેને કહ્યું કે હાલ મારી પાસે પૈસા નથી જેથી ઈભલાએ કહ્યું કે જીવતુ રહેવુ હશે તો કાલ સુધીમાં 20,000 આપી દેવા પડશે નહીં તો તારા કારખાનાના તાળા તૂટી જશે અને ત્યારબાદ આ કારખાના અમારું થઈ જશે અને આવતીકાલ રોડ ઉપર જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી આ ઈબ્રાહીમ (ઉર્ફે ઈભલો) તથા તેની સાથેના માણસો ફોર વ્હીલ કાર લઈને જતા રહેલા હતા અને હું આ લોકોની બીકના કારણે ઘરે જતો રહેલો અને બીજે દિવસે ભત્રીજા સાથે બી ડીવીઝનમાં ફરિયાદ આપેલી. પોલીસ તપાસના વિજય ચાવડાનું નામ ખુલતા તેની પણ ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસ રાજકોટના નામ. કોર્ટમાં ચાલી જતાં ઈભલાના ભાઈ મહેબુબ કરીમ કથરોટીયા અને વિજય ચાવડાની અલગ ચાર્જશીટ હોય તે કેસ ચાલી જતાં આરોપીના વકીલની દલીલો હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓના આધારે બંને આરોપીઓને નિર્દોષ જાહેર કરેલ છે. ઉપરોક્ત કેસમાં આરોપી મહેબુબ વતી રાજકોટના વકીલ ધવલ મહેતા તથા વિજય ચાવડા વતી કુલદીપસિંહ બી. જાડેજા તથા હિતેન્દ્ર સોલંકી રોકાયેલ હતા.