ખાસ-ખબર ન્યૂઝ મીઠાપુર, તા.18
ઓખા મંડળના મીઠાપુર સોસાયટીમાં સ્થાનિક પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં ગરબી ચોક પાસેથી જી.જે 37 ટી. 9260 નંબરની એક સ્વીફ્ટ કારના ચેકિંગ દરમિયાન પોલીસને આ કારમાંથી દારૂ, બિયરનો જથ્થો સાંપળ્યો હતો.
તેની વધુ તપાસમાં મોટરકારમાં છુપાવીને રાખવામાં આવેલી જુદી જુદી બ્રાન્ડની 240 બોટલ વિદેશી શરાબ તેમજ 23 બિયરના ટીમ મળી આવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે કુલ રૂપિયા 5,63,740 ના મુદ્દામાલ સાથે જય અંબે સોસાયટી માં રહેતા જીગર સાગરભાઈ પંડ્યા (ઉ.વ. 25) અને આ જ વિસ્તારમાં રહેતા અરજણભા ઉર્ફ અજય ગાંગાભા માણેક (ઉ.વ. 26) ની અટકાયત કરી ધોરણ સાત ગુનો નોંધ્યો હતો.
- Advertisement -
આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. તુષાર પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.એન. વાંઝા તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.