નામ લીધા વગર રાદડીયા વિરોધીઓ પર વરસ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
લેઉવા પટેલ સમાજના આગેવાન અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ આજે(26 જાન્યુઆરી)એ વધુ એકવાર પોતાના વિરોધીઓ પણ નિશાન તાક્યું હતું. નામ લીધા વગર જ વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સમાજમાં બે પાંચ લોકોની ટીમ છે તે સમાજમાં જ્યાં સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાનું કામ કરી રહી છે. જે લોકોને રાજનીતિ સાથે કંઈ લેવાદેવા નથી તેવા લોકો મને પાડી દેવાનો પ્રયાસ કરી રહ્યા છે.
જામ કંડોરણમાં યોજાયેલા લેઉવા પટેલ સમાજની 511 દીકરીઓના સમૂહલગ્ન પ્રસંગે જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને આડેહાથ લેતા કહ્યું હતું કે, સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ છે. સમાજનું સારુ કામ થતું હોય ત્યાં હવાનમા હાડકા નાખવાની કામગીરી આપણા સમાજની બે ટકા ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ લખે છે. સ્ક્રીન પર લેઉવા પટેલ સમાજને કેદ કરવાનું કામ ટોળકી કરી રહી છે.
રાદડીયાએ વધુમાં કહ્યું કે, ટોળકી દ્વારા સમાજના કામ કરતા હોય તેવા લોકોને બદનામ કરવાના પ્રયાસ કરે છે. જયેશ રાદડિયા રાજકીય માણસ છે. સમાજની જવાબદારી પણ રાજનીતિમાં રહીને કરું છું. જયેશ રાદડિયા અને પરિવાર વિષે ખરાબ કોમેન્ટ લખવામાં આવે છે. જે લોકો રાજનીતિમાં નથી છતા પણ એક યા બીજા પ્રકારે સમાજની અંદર રાજનીતિ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. જયેશ રાદડિયાને લેઉવા પટેલ સમાજનો નેતા આજે પણ નથી થવું અને કાલે પણ નથી થવું.
- Advertisement -
નામ લીધા વગર વિરોધીઓને ચીમકી આપતા કહ્યું કે, વિઠ્ઠલ રાદડિયાના વારસદારની જે જવાબદારી છે. તેમાં ટોળકી ક્યાંય આડી આવશે તો આ કામગીરીમાં ક્યાંય પીછેહઠ નથી થવાની. જયેશ રાદડિયાને પાડી દેવાના કાયમી પ્રયત્નો થાય છે. રાજનીતિ સાથે ન્હાવા નીચોવાનો સંબંધ નથી. તે રાજનીતિમાં જયેશ રાદડિયાના નળિયા ગણવાનો પ્રયત્ન કરે. મેં કહ્યું કે, આજે સુધરશે કાલે સુધરશે. રાજકીય રીતે જયેશ રાદડિયાને ક્યાં પાડી દેવો તેવા ચોકઠા ગોઠવવા વાળાને ઓળખવાની જવાબદારી સમાજની છે.
જયેશ રાદડિયાની વાતને અલ્પેશ કથિરિયાનું સમર્થન
‘સમાજમાં ન્યૂસન્સ ફેલાવનારાઓને સબક શીખવી શાંત કરી દેવાશે’
જામ કંડોરણમાં યોજાયેલા સમૂહલગ્ન પ્રસંગે જયેશ રાદડિયાએ પોતાના વિરોધીઓને આડેહાથ લેતા નિવેદન આપ્યું હતું ત્યારે સુરતમાં આ અંગે અલ્પેશ કથીરીયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સમાજમાં ન્યૂસન્સ ફેલાવનારાઓને સબક શીખવી શાંત કરી દેવાશે.અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે કઈ બાબતએ એમણે કીધું છે અને ક્યાં ટપોરી છે કોણ છે તે બાબતે તેમણે કોઈ સ્પસ્ટતા નથી કરી, પણ આવા કોઈ પણ ટપોરી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જયેશભાઈ કે રાદડિયા પરિવારની સામે એ વિસ્તાર હોય કે સમગ્ર ગુજરાતમાં કોઈ પણ પ્રવુતિ સાંખી લેવામાં નથી આવતી. સાથો સાથ આવા ટપોરીઓથી એમને કોઈ ફેર પણ પડતો નથી, કેમ કે આ વિસ્તારમાં એમના પિતાશ્રીએ આવા કેટલાય ટપોરીઓને ભો ભેગા કરી દીધા છે. એટલે કોઈ પણ આવા અસામાજિક કોઈ પણ પ્રકારનું ન્યુશન્સ ઉભું કરતું હશે તો એને પણ સબક શીખવાડી શાંત કરી દેવામાં આવશે.



