બીડી પીતા આધેડનું હાર્ટએટેકથી મોત, સાંજે સૂતા બાદ પ્રૌઢા ઉઠયા જ નહીં
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ગઈકાલે પણ બે લોકોના હાર્ટએટેકથી મોત નિપજ્યાં હતા ત્યાં આજે વધુ બે લોકોના હ્રદય રોગના હુમલાથી મૃત્યુ નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે મૃતકોમાં આધેડ અને પ્રૌઢાનો સમાવેશ થાય છે. શહેરના કોઠારીયા રોડ જયરામ પાર્કમાં રહેતાં હસમુખભાઇ જેરામભાઇ સિધ્ધપુરા ઉ.57 નામના આધેડ ગત સાંજે ઘર નજીક પાનની દૂકાને બીડી પીવા ગયા હતાં ત્યાં બીડી પીતાં હતાં હતા ત્યારે જ એકાએક ઢળી પડતાં દૂકાનદાર તથા બીજા પરિચીતોએ તુરત તેમના ઘરે જાણ કરી સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં પરંતુ અહિ મૃત જાહેર કર્યા હતા આજી ડેમ પોલીસની તપાસમાં મૃતક હસમુખભાઇ હાલ નિવૃત જીવન જીવતાં હતાં સંતાનમાં ત્રણ પુત્ર અને પોતે ચાર ભાઇ અને બે બહેનમાં મોટા હોવાનું તેમજ હાર્ટએટેકથી મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત મવડી રીંગ રોડ કિશન પાર્કમાં રહેતાં શીલાબેન રશ્મીનભાઇ સોમૈયા ઉ.47 નામના પ્રૌઢા ગત સાંજે આરામ કરવા સુતા બાદ જગાડવા છતાં નહિ જાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં પરંતુ અહિ માત્ર મૃતદેહ જ પહોંચ્યો હતો માલવિયાનગર પોલીસની તપાસમાં શીલાબેનના પતિ સોરઠીયાવાડી સર્કલ પાસે ચાનો સ્ટોલ ચલાવે છે હાર્ટએટેકથી મૃત્યુ થયાનું પરિવારે જણાવ્યું હતું મહિલાના મોતથી બે પુત્રએ માતાનું છત્ર ગુમાવ્યું છે.