ખાંભા નજીક રાજધાની ચોકડી પાસે આવેલા આશ્રમમાં બનેલી ઘટના
ખાસ-ખબર ન્યૂઝ ખાંભા
- Advertisement -
ખાંભા નજીક રાજધાની ચોકડી પાસે આવેલ મંજુમાતા ખોડીયાર આશ્રમમાં સાધુ અર્જુનગિરી આરામ કરતા હતા. અને તે દરમિયાન બે અન્ય સાધુએ ગેરકાયદેસર પ્રવેશ કરી તુ ફરજી સાધુ છો તેમ કહી બે સાધુઓએ મારમાર્યો હતો. બાદમાં ગાળો આપીને સાધુની જટા કાપી હતી. તેમજ જટા કાપી વિડિયો બનાવી સોશિયલ મિડિયામા વાઇરલ કર્યો હતો. અને મોબાઇલ તથા રોકડ રકમ સહિત કુલ 21,150 ની લૂંટ કરી હતી. મળતી માહિતી મુજબ આ કામની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી સાધુ અર્જુનગિરી કાળુભાઇ વાળા ગઇ તા.12/11/2024 ના બપોરના આશરે એકાદ વાગ્યે ખાંભા રાજધાની ચોકડી પાસે મંજુમાતાના ખોડીયાર આશ્રમના ઓરડામાં આરામ કરતા હોય તે વખતે બે અજાણ્યા આરોપી સાધુએ ઓરડામા ગેરકાયદે પ્રવેશ કરી તેમના એક આરોપી સાધુએ પોતાનુ નામ અર્જુનગીરી બતાવી સાથે નામ બાબતે માથાકુટ કરી કહેલ કે, તુ ફર્જી સાધુ છે. તેમ કહી ફરીયાદી કરેલ સાધુ સાથે બોલાચાલી કરી હતી. અને મારમારી જેમ-ફાવે તેમ બિભત્સ શબ્દોમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ફરીયાદ સાધુ અર્જુનગિરીના માથાની જટા કાપી તે અંગેનો વિડીયો તેમના મોબાઇલ ફોનમાં ઉતારી ફરીની પ્રતિષ્ઠાની માનહાની કરી ફરીને કહેલ કે તું મુસલમાન હૈ તેવા શબ્દો ઉચ્ચારી ધાર્મિક લાગણીઓ દુભાવવાના હેતુપુર્વક ઇરાદાથી તેમજ મુસ્લીમ સમાજના લોકો તથા હિન્દુ સમાજના લોકો વચ્ચે અરાજકતા ફેલાવી રોષ ફેલાઇ અને સુલેહ શાંતિનો ભંગ થવાનો એવું જાણીજોઇને કૃત્ય કરી ફરીની ધાર્મિક માન્યતાઓનુ અપમાન કરી ફરીયાદી સુધાના જટા કાપતા હોય તે અંગેનો વિડીયો સોશીયલ મીડીયામાં વાયરલ કર્યો હતો.
બાદમા ફરીયાદીના જોળીમા રહેલ રોકડા રૂપીયા 10,850 તથા ટેકનો સ્પાર્ક કંપનીનો મોબાઇલ કિ.રૂ.10,000 તથા 300 ગ્રામ જેટલા કાજુ બદામ જેની કિ.રૂ.300 એમ કુલ રૂપિયા 21,150 ની લુટ કરી આરોપી સાધુ ફરાર થયો હતો.
ત્યારે ખાંભા પોલીસે લૂંટની ફરીયાદ નોધાતા આરોપી સાધુને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. હાલ ખાંભા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર.જી.ચૌહાણ સહિત સ્ટાફ દ્વારા એક જટા કાપનાર ફરાર સાધુને ઝડપી પાડ્યો છે.