બંને નરાધમ શખ્સો વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીમાં રહેતી સગીરા સાથે મોબાઈલના માધ્યમથી મિત્રતા કેળવી રફાળેશ્વર અને મોરબીના બે શખ્સોએ બળજબરીથી અભદ્ર ફોટા પાડી લઈ વીડિયો કોલ કરી નગ્ન થવા મજબુર કરી સ્ક્રીન રેકોર્ડિંગ કરી બાદમાં સગીરાને બ્લેકમેઇલ કરી 70 હજાર રોકડા, સોનાની બૂટી અને મોબાઈલ ફોન પડાવી લેતા સમાજ માટે લાલબતીરૂપ આ કિસ્સામાં સગીરાની માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા આરોપી મિતલ સોલંકી અને ગ્રીનચોકમાં મોચી શેરીમાં રહેતા કિશન રમેશભાઇ કૈલા નામના બંને શખ્સોએ 13 વર્ષની સગીરા સાથે મોબાઈલ ફોનના માધ્યમથી સંપર્ક કેળવી મિત્રતા કરી હતી. બાદમાં બંને શખ્સોએ સગીરાના ભોળપણનો લાભ ઉઠાવી સાંઇબાબાના મંદીરે બોલાવી તેની સાથે બળજબરીથી સેલ્ફી લઇ અભદ્ર માંગણી કરી હતી. આ ઉપરાંત બંને આરોપીઓએ સગીરાને વીડિયો કોલ કરી નગ્ન થવા મજબુર કરી બિભત્સ વીડિયોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધું હતું તો બીજી તરફ સગીરા બંને આરોપીઓના ચક્રમાં ફસાઈ જતા રફાળેશ્વર રહેતા આરોપી મિતલ સોલંકી અને ગ્રીનચોકમાં મોચીશેરીમાં રહેતા કિશન રમેશભાઇ કૈલાએ સગીરાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને કટકે-કટકે રૂપિયા 70 હજારની રકમ પડાવી લીધા બાદ સગીરાની કાનમાં પહેરવાની બુટી તેમજ ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન પણ પડાવી લેતા આ બનાવ અંગે સગીરાના માતાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને નરાધમ શખ્સો વિરુદ્ધ ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.